દહીં વડા (Dahiwada recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#મોમ
મારી મમ્મી ની બનાવેલ વાનગીઓમાં ની એક આ વાનગી પણ મારી ખૂબ પ્રિય છે. જે હવે હું પણ એજ રીતે બનાવું છું. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે આ દહીં વડા.

દહીં વડા (Dahiwada recipe in gujarati)

#મોમ
મારી મમ્મી ની બનાવેલ વાનગીઓમાં ની એક આ વાનગી પણ મારી ખૂબ પ્રિય છે. જે હવે હું પણ એજ રીતે બનાવું છું. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે આ દહીં વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યકિત
  1. 2 કપઅડદ ની ફોતરા વગરની દાળ
  2. 1 કપમગ છડી દાળ
  3. 1 નંગતીખી મરચી
  4. 1 ટુકડોઆદું
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. ૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા
  7. તળવા માટે તેલ
  8. જરૂર મુજબ પાણી
  9. ૭૫૦ ગ્રામ દહીં
  10. ૧/૨ કપ દળેલી ખાંડ
  11. 2 ટેબલ સ્પૂનશેકેલ જીરું પાવડર
  12. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાવડર
  13. ૧/૨ કપ કોથમીર મરચા ની લીલી ચટણી
  14. ૧/૨ કપ ખજૂર આમલીની ચટણી
  15. 1દાડમ ના દાણા
  16. 2 ટેબલ સ્પૂનબારીક સમારેલી કોથમરી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં અડદ અને મગ ની દાળ લઈ તેને ૪-૫ વખત પાણી થી ધોઇ ૩ કલાક પલાળી રાખો.

  2. 2

    હવે દાળ માંથી પાણી નિતારી લઈ મિક્સર જારમાં લઈ લો અને તેમાં મરચી અને આદુ ઉમેરી પીસી લો. જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી શકાય પણ ખીરું પાતળું ના થઈ જાય એનું ધ્યાન રાખવું.

  3. 3

    હવે ખીરા માં મીઠું ઉમેરી ૫ મિનિટ ફેટી લો. તેમાં ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગરમ તેલ માં વડા તળી લો.

  4. 4

    તળેલા વડા ને પાણી મા નાખી હાથ થી દબાવી ને કાઢી લો.

  5. 5

    હવે દહીં ને બરાબર ફેટી ને એકદમ લીસુ કરી લો. તેમાં મીઠું અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    હવે એક ડિશ માં વડા ગોઠવો. તેના પર ગળ્યું દહીં રેડો. ત્યારબાદ તેના પર લાલ મરચું પાવડર, શેકેલ જીરું પાવડર, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, દાડમ ના દાણા અને કોથમીર ઉમેરી ને પીરસો. તો તૈયાર છે સ્વાદિષ્ટ એવા દહીંવડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

ટિપ્પણીઓ

Similar Recipes