દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#DTR
#cookpadindia
#cookpadgujarati
દહીં વડા
દિવાળીમા કાળીચૌદસ ના દિવસે અડદની દાળ ના વડા વધારે બનાવી એના દહીવડા તો મોટાભાગના ગુજરાતી ઘરો મા બનતા જ હોય છે

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

#DTR
#cookpadindia
#cookpadgujarati
દહીં વડા
દિવાળીમા કાળીચૌદસ ના દિવસે અડદની દાળ ના વડા વધારે બનાવી એના દહીવડા તો મોટાભાગના ગુજરાતી ઘરો મા બનતા જ હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઅડદ ની દાળ
  2. લીલા મરચા
  3. મીઠું સ્વાદમુજબ
  4. તળવા માટે તેલ
  5. ૧ કપઝેણેલુ દહીં+૧ ટીસ્પૂન ખાંડ+મીઠું સ્વાદ મુજબ મીક્ષ કરી લેવુ
  6. ૧/૪ કપ ગળી ચટણી
  7. ઉપર ભભરાવવા : ૧/૨ ટીસ્પૂન લાલ મરચુ
  8. ૧ ટીસ્પૂનશેકેલા જીરા પાઉડર
  9. ૧/૪ ટીસ્પૂન સંચળ
  10. ૧/૨ ટીસ્પૂન ફુદીના મસાલા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળ ને 6,7કલાક પલાળી,નિતારી ને મિકચર મા લીલા મરચાં નાંખી ક્રશ કરી ને સ્મુધ પેસ્ટ બનાવી લેવી.... એને કલાક રેસ્ટ આપવો....

  2. 2

    હવે ૧ બાજુ તેલ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ થોડું ખીરું ૧ બાઉલ લઇ એમાં મીઠું નાંખી એને હથેલી વડે ફીણવાનું શરૂ કરો..... થોડીક જ વાર મા ખીરાનો કલર ચેન્જ થઇ જશે & ખીરુ એકદમ સોફ્ટ & ફ્લફી થઇ જશે.... હવે ભીની આંગળીઓ પર ૧ લૂવા જેટલુ ખીરુ લઇ...એને ચપટુ કરી ભીની આંગળી થી વચ્ચે ૧ કાંણુ કરી ધીરે રહી ને તેલ મા સરકાવી દેવુ & ધીમા તાપે તળી...બહાર કાઢી પાણી ભરેલા બાઉલ મા નાંખી દેવુ

  3. 3

    એવી રીતે બધા વડા તળી પાણી મા નાંખવા...થોડીવાર રહી બધા વડાને વારાફરતી પાણી માથી કાઢી બંને હથેલી વચ્ચે દબાવી ૧ એરટાઇટ ડબ્બામા ભરી ફ્રીઝ મા ૪થી ૫ દિવસ સ્ટોર કરી શકાય

  4. 4

    પીરસતી વખતે સર્વિંગ ડીશ મા વડા ગોઠવો.. ઉપર દહીં રેડો.... ઉપર ગળી ચટણી & ભભરાવવા ના મસાલા ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (37)

Similar Recipes