શેર કરો

ઘટકો

  1. 3શેર દુધ
  2. 2 ચમચીકૉર્ન ફ્લોર
  3. 1વાડકી રોઝ પાવડર
  4. 1વાડકી ખાંડ
  5. 1વાડકી ફાલુદા ની સૅવ
  6. 3 ચમચીતકમરીયા
  7. વેનીલા આઈસ્ક્રીમ
  8. રોઝ સીરપ
  9. તાજી મલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દુધ ને એક તપેલી માં લય ગરમ કરવા મુકો. સહેજ ગરમ થાય એટલે એમાં અડધી વાડકી દુધ માં મિક્સકરી કોર્નફ્લોર ઉમેરો. દુધ ઠંડુ જ લેવાનું. હવે સતત હલાવતા રહેવું દુધ માં ઉભરો આવે એટલે એમાં ખાંડ, રોઝ પાવડર, સૅવ, અને તકમરીયા ઉમેરી દો.

  2. 2

    હવે સૅવ ફૂલી જાય અને તકમરીયા પણ ફૂલી જાય ત્યાં સુધી સતત હલાવતા જઈ ઉકાળી લ્યો. પછી ગેસ પરથી ઉતારી લય ઠંડુ પાડવા દો પછી ફ્રીઝ માં મૂકી એકદમ ચિલ્ડ કરીદો. હવે સર્વ કરતી વખતે એક ગ્લાસ માં રોઝ સીરપ નાખો પછી એમાં ઠંડો ફાલુદો ઉમેરો હવે અડધું ગ્લાસ ભરી પછી એમાં વેનીલા આઈસ્ક્રીમ ઉમેરો થોડી રોઝ સીરપ ફરીથી નાખો પછી એમાં મલાઈ ઉમેરો પછી પાછો જગ્યા હોઈ તો ફાલુદો ઉમેરી ઉપર પછી સિરપ નાખી સર્વ કરો. ટેસ્ટી કૂલ સમર સ્પેશ્યિલ ફાલુદો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes