ફાલુદા (Falooda recipe in Gujarati)

ફાલુદા એક રિફ્રેશિંગ ડ્રિન્ક છે જે ગરમીમાં ઠંડક આપે છે. ફાલુદા ને ડીઝર્ટ તરીકે વેનિલા આઈસક્રીમ સાથે પણ સર્વ કરી શકાય. ફાલુદા અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવવામાં આવે છે પરંતુ ઓરીજીનલ રોઝ ફ્લેવર ફાલુદા સૌથી સ્વાદિષ્ટ લાગે છે.
ફાલુદા (Falooda recipe in Gujarati)
ફાલુદા એક રિફ્રેશિંગ ડ્રિન્ક છે જે ગરમીમાં ઠંડક આપે છે. ફાલુદા ને ડીઝર્ટ તરીકે વેનિલા આઈસક્રીમ સાથે પણ સર્વ કરી શકાય. ફાલુદા અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવવામાં આવે છે પરંતુ ઓરીજીનલ રોઝ ફ્લેવર ફાલુદા સૌથી સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચાર કપ દૂધમાં ખાંડ ઉમેરીને મીડીયમ તાપે ગરમ થવા મુકવું. એક કપ દૂધમાં કોર્ન ફ્લૉર ઉમેરીને બરાબર હલાવી લઈને ઉકળતા દૂધમાં ઉમેરી જ્યાં સુધી દૂધ જાડું થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું. 5 થી 8 મિનિટ સુધી ગરમ કરી ગેસ બંધ કરી દેવો.
- 2
થોડું ઠંડું થાય એટલે રોઝ સીરપ અને લાલ કલર ઉમેરવો. હવે દૂધને એકદમ ઠંડુ થવા દેવું. ત્યારબાદ તેને રેફ્રિજરેટરમાં મૂકવું.
- 3
તકમરીયા ને એક કપ પાણીમાં પલાળી રાખવા. એક કલાક પછી ગાળી લઈને તેને પણ રેફ્રિજરેટર માં મુકવા.
- 4
2 કપ પાણી ઉકળે એટલે તેમાં વર્મીસેલી ને પાંચ મિનિટ માટે ઉકાળીને ગાળી લેવી. એક બે ટીપાં તેલ ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 5
ફાલુદા બનાવવા માટે એક લાંબા ગ્લાસ માં થોડા તકમરીયા અને વર્મીસેલી ઉમેરવા. હવે તેમાં તૈયાર કરેલું રોઝ ફ્લેવર નું દૂધ ઉમેરી એની ઉપર વેનીલા આઈસ્ક્રીમનો એક સ્કૂપ મૂકવો. ઉપરથી થોડું રોઝ સીરપ ઉમેરીને એકદમ ઠંડુ સર્વ કરવું.
Similar Recipes
-
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
#SM ગરમીની સિઝનમાં ફાલુદા આપણા બોડી માં ઠંડક આપે છે Bhavisha Manvar -
ફાલુદા (Falooda recipe in Gujarati)
#સમર#પોસ્ટ2ફાલુદા એ ભારત નું બહુ પ્રખ્યાત ઠંડુ પીણું છે જે એક ડેસર્ટ તરીકે વધારે પ્રચલિત છે. તેમાં ઉપયોગ માં આવતા તકમરીયા, સેવ અને આઈસ્ક્રીમ ને લીધે તે એક સારું ડેસર્ટ બને છે. મૂળ ઈરાન નું એવું ફાલુદા ભારત માં પારસીઓ દ્વારા લવાયું હતું. ઈરાન સિવાય તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, તુર્કી અને મિડલ યીસ્ટ માં પ્રખ્યાત છે.જ્યારે ગરમી નો પારો ચડતો જાય છે ત્યારે ઠંડક અને સંતોષ આપતું આ ડેસર્ટ એક ઉત્તમ વિકલ્પ બને છે. Deepa Rupani -
રોયલ સાગો ફાલુદા (Royal Sago Falooda Recipe In Gujarati)
ફાલુદા આપણે ફાલુદા ની સેવ નો ઉપયોગ કરીને બનાવતા હોઈએ છે પણ અહીં મે સાબુદાણા નો ઉપયોગ કરીને ફાલુદા બનાવ્યું છે. સાબુદાણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આ એક હેલ્ધી રિફ્રેશિંગ ડેઝર્ટ બનશે. Hetal Siddhpura -
Royal Falooda (ફાલુદા)
ફાલુદા ગરમી માં દરેક ની ભાવતી વસ્તુ છે, તેમા વપરાતી વસ્તુઓ પણ આપણા માટે હેલ્ધી અને ઠંડક આપનારી છે, ફાલુદા ગરમી માં બધા એ પીવો જ જોઈએ. ફાલુદા નાના - મોટા સૌ ને પ્રિય હોય છે. Rinku Nagar -
ફાલુદા (Falooda Recipe In Gujarati)
#mr#મિલ્કફાલુદા તો લગભગ બધા bahar થી લાવવાનું પસંદ કરતા હોય છે. પણ જો આરીતે ઘરે જ બનાવવામાં આવે તો ખુબ જ સરસ બને છે..અને ફાલુદા ની સેવ પણ મેં recipe આપી છે. આરીતે ઘણા વર્ષો થી હું જાતેજ બનાવું છું. મારા પેજ પર રોઝ શિરપ અને ટુટી ફ્રૂટી ની પણ recipe આપી છે. Daxita Shah -
Royal Falooda (રોઝ ફાલુદા)
ફાલુદા ગરમી માં દરેક ની ભાવતી વસ્તુ છે, તેમા વપરાતી વસ્તુઓ પણ આપણા માટે હેલ્ધી અને ઠંડક આપનારી છે, ફાલુદા ગરમી માં બધા એ પીવો જ જોઈએ. ફાલુદા નાના - મોટા સૌ ને પ્રિય હોય છે. Rinku Nagar -
ફાલુદા
#સમર અત્યારે ઉનાળાની સીઝન આવે છે ઉનાળામાં ફાલુદા આઈસક્રીમ મળે તો મજા જ પડી જાય તો ઉનાળામાં માટે અને એના કોન્ટેસ્ટ માટે બનાવી છે્ Roopesh Kumar -
-
કુલ્ફી ફાલુદા (Kulfi Falooda Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub કુલ્ફી ફાલુદા (Avadhi desert) Jigisha Modi -
-
કોફી ફાલુદા (Coffee Faluda Recipe In Gujarati)
#ટીકોફીગરમી મા ખાધા ની સાથે જ ઠંડક આપે એ ફાલુદા..ફાલુદા તો ઘણા ખાધા હશે... પણ આ ફ્લેવર તો નહિ જ ખાધો હોય..મારી આ અનોખી રેસિપી જરૂર થી બનાવજો.. Dhara Panchamia -
ફાલુદા (Falooda Recipe In Gujarati)
ગરમી માં late evening ઠંડો ઠંડો ફાલુદા મળીજાય તો આહાહા... Sangita Vyas -
સ્ટ્રોબેરી ફાલુદા શેક વિથ આઈસક્રિમ (Strawberry Falooda Shake Icecream Recipe In Gujarati)
#SM Noopur Alok Vaishnav -
ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)
#મોમ. આ આઈસ ક્રિમ મે મારી દીકરી માટે બનાવ્યું છે. Manisha Desai -
શાહી કેસર ફાલુદા (Shahi Kesar Falooda Recipe In Gujarati)
#RB1 અમારા ઘર માં બધાં ને ફાલુદા બહુ ભાવે છે ગરમી શરૂ થાય એટલે ઠંડક માટે અવારનવાર ફાલુદા બનાવીએ છીએ Bhavna C. Desai -
ફાલુદા (Falooda Recipe in Gujarati)
ફાલુદો એ ખૂબ જ સરસ અને ઠંડક પ્રદાન કરતું પીણું છે. આઈસ ક્રિમ અને ડ્રાય ફ્રૂટ્સ એને ખૂબ જ સુંદર અને ટેસ્ટી બનાવે છે. Jyoti Joshi -
-
-
પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
#RC4#rainbowchallenge#greencolorrecipe#cookpad_gu#cookpadindia#the_divine_foodવધારે કંઈ નહીં લખીશ આ વખતે. બસ એટલું કહીશ કે એકવાર તો જરૂર થી બનાવજો. તાજા પાન ની અરોમા અને સ્વાદ નો કંઇક અલગ જ જાદુ છે આ પાન ફાલુદા માં 🥰 Chandni Modi -
-
રોઝ મિલ્કશેક (Rose Milkshake Recipe In Gujarati)
આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પીણું ગરમી નું ફેવરેટ છે.ભેળ પછી લોકો ખાસ રોઝ મિલ્ક પીવાનું પસંદ કરે છે કારણ કે તીખું ખાધા પછી, આ પીણું પેટ ને ઠંડક આપે છે.#RC3#Week3 Bina Samir Telivala -
રોઝ એન્ડ ચિયા સીડ લસ્સી (Rose chia seed lassi recipe in Gujarati)
લસ્સી ખુબ જ સ્વાદિષ્ટ પીણું છે જે ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની શકે છે. ઉનાળામાં લસ્સી એક રિફ્રેશિંગ ડ્રીંક તરીકે કામ કરે છે. લસ્સી ઘણા બધા અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય. મેં અહીંયા રોઝ સીરપ અને તકમરીયા ઉમેરીને ખૂબ જ સ્વાદિષ્ટ લસ્સી બનાવી છે.#GA4#Week7#buttermilk spicequeen -
કુનાફા (Kunafa recipe in Gujarati)
કુનાફા ફિલો પેસ્ટ્રી ના ડો માંથી બનાવવામાં આવતું મીડલ ઇસ્ટર્ન ડિઝર્ટ છે. કુનાફા માં અલગ-અલગ જાતનું ફીલિંગ કરી શકાય જેમ કે ક્રીમ, ચીઝ, સુકામેવા અથવા તો આ બધી વસ્તુંઓ કોમ્બિનેશન માં પણ વાપરી શકાય. બેઝિકલી કુનાફા રોઝ ફ્લેવર ની સેન્ડવીચ પ્રકારની સ્વીટ છે જેને પીસ્તાથી સજાવવામાં આવે છે.ફિલો પેસ્ટ્રી ડો ના અભાવમાં કુનાફા ને વર્મીસેલી થી પણ બનાવી શકાય. મેં અહીંયા વર્મીસેલી વાપરીને આ ડિઝર્ટ બનાવ્યું છે જે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ અને એક અલગ પ્રકારની મીઠાઈ છે.#CCC spicequeen -
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
ફાલુદા એ ખાસ કરીને ઉનાળામાં પીવાતું એક સ્વાદિષ્ટ ડેઝર્ટ પીણું છે. આ રેસીપીમાં ગુલાબની ચાસણી, તકમરીયાના બીજ, રેશમી નૂડલ્સ, મધુર દૂધ, આઈસ્ક્રીમ તેમજ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રીતે બદામ, ગુલાબની પાંખડીઓ અથવા ચેરીઓથી સુશોભિત આ ઠંડક પીણું ખુબજ ઓછા સમયમાં અને સરળ રીતે તૈયાર કરી શકાય છે.#rosefalooda#રોઝફાલુદા#cookpadindia#cookpadgujarati#pinkrecipes#summerspecial#goldanapron3#week17 Mamta Pandya -
રોઝી સાબુદાણા અને કેસર સાબુદાણા ફાલુદા(Rose Sabudana Kesar Sabudana Falooda Recipe In Gujarati)
હંમેશા શાહી ડેઝર્ટ મા ફાલુદો બનાવીએ છીએ. પરંતુ જ્યારે ઉપવાસ હોય ત્યારે ફાલુદો ખાઈ શકાતો નથી. કારણકે ફાલુદા ની સેવ મેંદાની બને છે કે કોન ફ્લોર ની બને છે. માટે મે સાબુદાણા creamy ફાલુદો બનાવ્યો છે. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ઉપવાસ માં લઇ શકાય છે. Jyoti Shah -
-
-
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
વરમિસિલિ કસ્ટર્ડ ફાલુદા
#SC3#Desserts#cookpadindia#cookpadgujarati સમર માં આ ડેઝર્ટ ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
More Recipes
ટિપ્પણીઓ (11)