ઘટકો

  1. ૩-૪ પાકેલી કેરી ના કટકા
  2. અડધો લીટર દૂધ
  3. ૧ વાટકીદૂધ ની મલાઈ
  4. અડધી વાટકી ખાંડ
  5. ૨ ચમચીકોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીના કટકા ને મિક્સરમાં ક્રશ કરી લો પાણી નાખ્યા વગર જ એકદમ સરસ પ્યુરી બનાવી લો.

  2. 2

    હવે એક કડાઈમાં દૂધ લઈ ગરમ કરો.એક વાટકી કોર્ન ફ્લોર લઈ તેમાં દૂધ નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    દૂધ ઉકાળી જાય એટલે તેમાં કોર્ન ફ્લોર વાળું દૂધ નાખી દો.હવે તેમાં ખાંડ નાખી દો. દૂધ ધટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.હવે ગેસ બંધ કરી ઠંડુ થવા દો.

  4. 4

    ઠંડુ થઈ જાય એટલે મિક્સરમાં નાખી ક્રશ કરી લો અને કેરી ની પ્યુરી નાખો પાછું ક્રશ કરી લો.

  5. 5

    હવે એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ફ્રિજ મા સેટ થવા માટે મુકી દો. ૨-૩ કલાક પછી ડબ્બા માંથી આઈસ્ક્રીમ કાઢી મિક્સરમાં નાખી થોડું ક્રશ કરી લો.

  6. 6

    થોડું ક્રશ થયા પછી તેમાં દૂધ ની મલાઈ નાખી દો અને પાછું ક્રશ કરી લો. તેમાં બબલ્સ થવા લાગે એટલે તેને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ફ્રિજ મા સેટ થવા માટે મુકી દો.

  7. 7

    ૮-૯ કલાક પછી ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

Similar Recipes