સ્ટફિંગ મેંગો આઈસ્ક્રીમ (Stuffed Mango Icecream Recipe In Gujarati)

krupa
krupa @cook_19313638
Vapi
શેર કરો

ઘટકો

  1. 500મિલી દૂધ
  2. 6 ચમચીખાંડ
  3. 1કેસર કેરી
  4. 2કાજુ બદામ
  5. 1 ચમચીઇલસી પાવડર
  6. 1/5 કપમાવો
  7. પિસ્તા નું કતરણ
  8. કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં દૂધ મૂકી. તેમાં ખાંડ નાખી ને થોડી વાર ઉકાળો અને હલાવો.

  2. 2

    થોડું વાર ઉકળી જાય ત્યાર બાદ તેમાં માવો ઉમેરો.

  3. 3

    પછી તેમાં કાજુ- બદામ નું કતરણ અને અલેસી પાવડર ઉમેરો. અને ઘટ્ટ કરો અને પછી ઠડું થવા દો.

  4. 4

    ત્યાર પછી કેરી લઈ ને તેને ઉપર થોડી કટ કરી ને કેરી માંથી ધીમે ધીમે ગોટલું કાઢી લો.

  5. 5

    પછી ઠરી ગયેલું સ્ટફિંગ કેરી માં ભરી ને ઢાંકી ને ફ્રિઝ માં 7 - 8 કલાક માટે મૂકો.

  6. 6

    ત્યાર બાદ ફ્રીઝ માંથી કાઢી તેની છાલ ઉતારી લેવી.

  7. 7

    ત્યાર બાદ તેને કટ કરી ને તેના પર પિસ્તા નું કતરણ અને કેસર નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
krupa
krupa @cook_19313638
પર
Vapi
#Housewife#Graphic Designer
વધુ વાંચો

Similar Recipes