મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1સુધારેલી કેરી
  2. 1કેરીનો કાઢેલો રસ
  3. 2 ચમચીતકમરીયા
  4. ૨ ચમચીરોઝનો પલ્પ
  5. 2 ચમચીફાલુદા સેવ
  6. 3-3કાજુ બદામ
  7. કલરફુલ સેવ
  8. મેંગો આઈસ્ક્રીમ
  9. 1 કપક્રીમ વાળું દૂધ
  10. મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે
  11. અડધો લીટર દૂધ
  12. 2 ચમચીકોર્ન ફ્લોર
  13. 2પાકી કેરી
  14. 2 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફાલુદા ને એક ગરમ પાણી કરી તેમાં પલાળી દેવા હવે તકમરીયા પણ પલાળી દેવા એક વાટકામાં કાજુ બદામ ની કતરણ કરવી કેરીને એકસરખા પીસ માં સુધારી લે અને એક કેરીની રસ કાઢવો હવે બધી સામગ્રી ભેગી કરી લેવી

  2. 2

    હવે સૌપ્રથમ આઇસ્ક્રીમ બનાવા માટે એક કેરી સુધારી લેવી હવે દૂધને ગેસ પર ઉકાળવા મુકો તેમાં ખાંડ નાખી અને થોડીવાર ઉકળવા દો ત્યારબાદ એક વાટકામાં કોર્ન ફ્લોર માં ૨ થી ૩ ચમચી કાઢેલું દૂધ નાખી અને બરાબર મિક્સ કરો ત્યારબાદ તે દૂધમાં નાખી દો અને હવે દૂધને પાંચથી દસ મિનિટ ઉકાળો ત્યારબાદ તેને ઠંડુ થવા દો

  3. 3

    હવે ઠંડુ થવા દીધા બાદ તેમાં કેરીના કટકા નાખી બ્લેન્ડરથી એકરસ કરો મેં તેમાં એસેન્સ મેળવ્યું નથી કારણકે શુદ્ધ મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે હવે તેને પ્લાસ્ટિકના એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને તેને આઠથી દસ કલાક માટે ફ્રીઝ કરો ત્યારબાદ તેને બહાર કાઢી ફરીથી બ્લેન્ડરથી બીટ કરો તેમાં ૩ થી ૪ ચમચી મલાઈ ઉમેરીને ફરીથી એરટાઇટ ડબામાં ભરી લો એકદમ ફ્રીઝ થઈ જાય એટલે તમારો આઈસ્ક્રીમ તૈયાર છે મેં મેંગો મિલ્ક આઈસ્ક્રીમ પણ બનાવ્યું છે

  4. 4

    હવે એક ગ્લાસમાં સૌપ્રથમ બે ચમચી કેરીના કટકા નાખો તેની ઉપર એક ચમચી તકમરીયા નાખો હવે અડધી ચમચી રોઝ એસેન્સ નાખો હવે એમાં ફાલુદા એક ચમચી નાખો હવે તેમાં ક્રીમ વાળું દૂધ નાખો કાજુ બદામ અને એક ચમચી જેટલો આઈસક્રીમ નાખો તેમાં ફરીથી તેમાં ઉપરથી નીચે સુધીની ફરીથી બધુ લાઈનમાં ઉમેરો ત્યારબાદ તેના પર આઈસ્ક્રીમ મૂકી તેના પર કલરફૂલ સેવ ચિપ્સ કાજુ બદામ વગેરેથી ડેકોરેશન કરે તો તૈયાર છે મેંગો ફાલુદા મસ્તાની વીથ આઈસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes