રાજગરાની સેવ નો ફરાળી ચેવડો

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ રાજગરાનો લોટ
  2. 1બાઉલ બટેટાનું ખમણ સુકુ
  3. 1બાઉલ સીંગદાણા
  4. 1 ચમચીનમક
  5. ૧ ચમચીલાલ મરચું
  6. 1 ચમચીદળેલી ખાંડ
  7. 1લીલું મરચું કટ કરેલું
  8. ગાર્નિશીંગ માટે તળેલા સાબુદાણા
  9. 1લીલુ મરચું
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રાજગરાના લોટમાં સ્વાદ અનુસાર નમક નાખી લોટ બાંધવો

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો રાજગરાની લોટની સેવ તૈયાર કરવી

  3. 3

    તેલમાં સીંગદાણા અને બટેટાનું ખમણ તળી લેવું હવે તેમાં ગાર્નીશિંગ માટે એક ચમચી પલાળેલા સાબુદાણા કટ કરેલા મરચા તળી લેવા હવે એક મોટા બાઉલમાં તળેલી સેવ તળેલા સીંગદાણા અને તળેલું ખમણ લઈ તેમાં સ્વાદ અનુસાર નમક એક ચમચી દળેલી ખાન ૧ ચમચી લાલ મરચું નાખી અને મિક્સ કરો હવે તેને એક બાઉલમાં લઈ કટ કરેલા મરચાં અને તળેલા સાબુદાણા નાખીને ગાર્નિશિંગ કરો એક લીલા મરચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes