બટાકા વેફર

Deepti Parekh
Deepti Parekh @cook_16992983

ઉનાળો આવે એટલે કેટલા કામ લાઇ ને આવે... પણ આ બધા જ કામ દરેક ગૃહિણી ને ખૂબ ગમેં કેમ કે પછીં આખું વર્ષ શાંતિ થી પસાર થઈ જાય... એવું જ એક કામ છે બટાકા ની વેફર બનાવવાનું... એકવાર બનાવી લઈએ પછી આખું વર્ષ ખાઈ શકાય... ઉપવાસ માં પણ અને એમ પણ ક્યારેય પણ ફ્રાય કરો ને રેડી ટુ ઇટ... બહાર ની અનહેલ્થી વેફર્સ કરતા ઘર ની હેલ્થી વેફર્સ એન્જોયય કરો..
#આલુ

બટાકા વેફર

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

ઉનાળો આવે એટલે કેટલા કામ લાઇ ને આવે... પણ આ બધા જ કામ દરેક ગૃહિણી ને ખૂબ ગમેં કેમ કે પછીં આખું વર્ષ શાંતિ થી પસાર થઈ જાય... એવું જ એક કામ છે બટાકા ની વેફર બનાવવાનું... એકવાર બનાવી લઈએ પછી આખું વર્ષ ખાઈ શકાય... ઉપવાસ માં પણ અને એમ પણ ક્યારેય પણ ફ્રાય કરો ને રેડી ટુ ઇટ... બહાર ની અનહેલ્થી વેફર્સ કરતા ઘર ની હેલ્થી વેફર્સ એન્જોયય કરો..
#આલુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3કિલો બટાકા
  2. સિંધવ મીઠું જરૂર મુજબ
  3. એક ટુકડો ફટકડી
  4. ઓઇલ તળવા માટે
  5. 1ચમચી લાલ મરચું પાઉડર
  6. 1ચમચી ખાંડ દળેલી
  7. 1ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ની છાલ છોલી ને છીણી ની મદદ થી પાતળી સ્લાઈસ પાડવી.. અને એને પાણી માં રાખવી જેથી કાલી ના પડે...

  2. 2

    પછી એને 3-4 વાર પાણી થી ધોઈ નાખવાની... અને એને ઓછામાં ઓછું 5-6 કલાક પલાળી રાખો અથવા આખી રાત રાખો તો પણ ચકે... જેથી એની સ્ટાર્ચ બધી જ નીકળી જાય...

  3. 3

    પછી એક મોટા તપેલા માં પાણી લઈને ઉકળવા મુકો... ઉકળી જાય એટલે સિંધવ નાખો અને ફટકડી ના ટુકડા ને ફેરવી દો.... હોવી તેમાં વેફર નાખી ને 2 મીન. ઉકળવા દો... હાફ કૂક થાય એટલું કૂક કરવાનું...

  4. 4

    પછી એક મોટા ચારણા માં કાઢી ને પાણી નિતારી લેવાનું... અને જો તડકે કે પંખા નીચે જે રીતે ગમે એ રીતે સુકવી દેવાની...

  5. 5

    એકદમ સુકાઈ જાય એટલે તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો

  6. 6

    હવે તેને તેલ મૂકી ને તળી લેવાની... ઉપર થી ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, અને ખાંડ છાંટી દેવાની... જ્યારે મન થાય ત્યારે એન્જોયય કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepti Parekh
Deepti Parekh @cook_16992983
પર

ટિપ્પણીઓ

Similar Recipes