પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Geeta Parvani
Geeta Parvani @cook_21209454

#સ્નેકસ

શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 2-3બટેટા
  2. વાટકો ચણા
  3. 2જીણી સમારેલી ડુંગળી
  4. એકવાર ઝીણી સેવ
  5. કોથમીર
  6. 25પૂરી
  7. તીખું પાણી બનાવવા માટે
  8. કોથમીર
  9. ફુદીનો
  10. 1 ચમચીજીરૂ
  11. 1/2ચમચી ચાટ મસાલો
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. પાંચથી છ કાળા મરી
  14. પાંચથી છ તીખા લીલા મરચાં
  15. મીઠું પાણી બનાવવા માટે
  16. સો ગ્રામ આંબલી
  17. 1 વાટકીગોળ
  18. 1 ચમચીકોર્ન ફ્લોર
  19. પાણી
  20. ખારી બુંદી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તીખું પાણી બનાવવા માટે કોથમીર ફુદીનો અને તીખા મરચા ને મિક્સરમાં ક્રશ કરી લો ત્યારબાદ તેમાં જીરુ કાળા મળી તેમજ મીઠું ચાટ મસાલો નાખી સરખી રીતે ચલાવી લો ત્યારબાદ તે તેમાં ખારી બુંદી નાખી દો

  2. 2

    મીઠું પાણી બનાવવા માટે સૌપ્રથમ આંબલીની બેથી ત્રણ કલાક પલાળી રાખો ત્યારબાદ પાણીમાંથી આંબલી કાઢીને પાણી ગાળી લો ત્યારબાદ એક તપેલી ગેસ પર મૂકી તે ગાળેલું પાણી નાખી અને ગોળ ઉમેરો ગોળ પીગળી જાય પછી તેમાં એક ચમચી કોર્નફ્લોર અને જેથી ચટણી ઘટ થઇ જશે

  3. 3

    ત્યારબાદ ચણાને આઠથી દસ કલાક પલાળીને દો ત્યારબાદ ચણા અને બટેટા બાફી લો અને પછી બટેટાનો છૂંદો કરી નાખો તેમાં ઉમેરી 2 ચમચી લાલ મરચા ની ચટણી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેને બરાબર રીતે ચલાવી લો ત્યારબાદ આ મિશ્રણને પૂરી માં ભરી લો

  4. 4

    ત્યારબાદ પૂરીમા ડુંગળી અને સેવ તથા કોથમીર ઉમેરી દો ત્યારબાદ તીખા અને મીઠા રસ વડે પાણીપુરીને સર્વ કરો તો તૈયાર છે પાણીપુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Parvani
Geeta Parvani @cook_21209454
પર

Similar Recipes