સમોસા (Samosa Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#માઇઇબુક
#સ્નેકસ રેસીપી કાન્ટેસ્ટ
ભારતીય વ્યંજનો મા નાસ્તા ની શ્રૃખલા મા સમોસા ખુબજ પ્રચલિત,પરમ્પરા ગત વાનગી છે. આકાર અને મસાલા ની વિવિધતા ની સાથે ,બટાકા ની સાથે જુદી જુદી સ્ટફીગ કરી‌ને બનાવા મા આવે છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેદા ના લોટ
  2. 4,5 ચમચીઘી મોયન માટે
  3. મીઠુ સ્વાદ પ્રમાણે
  4. 1/4 ચમચીકલોન્જિ
  5. સ્ટફીગ માટે...
  6. 2મોટા બટાકા
  7. 2 ચમચીતેલ
  8. 1/4 ચમચીજીરુ
  9. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  10. 1 ચમચીધણા પાઉડર
  11. 1/2 ચમચીઆમોલાયા પાઉડર
  12. 1/4 ચમચીવરિયાળી(સૌફ)
  13. મીઠુ સ્વાદ પ્રમાણે
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વપ્રથમ મૈદા ના લોટ મા ઘી ના મોયન,મીઠુ કલોન્જી નાખી મીકસ કરી ને ક્રમ્બલ ટેકચર કરી લેવાના પછી પાણી થી કઠણ લોટ બાન્ધી લેવુ પરાઠા જેવુ સ્મૂધ,સોફટ કરવુ.જેથી અટામણ વગર વણી શકાય.

  2. 2

    સ્ટફીગ બનાવવા કઢાઈ મા તેલ મુકી ને જીરા ના વઘાર કરવો. બટાકા ના નાના નાના ચોરસ પીસ કરી ને એડ કરવુ,મીઠુ મરચુ,ધણા પાઉડર નાખી ને સહેજ પાણી ના છાટા મારી ઢાકંણ ઢાકી ને ધીમા તાપે કુક કરવુ. 5થી 7 મીનીટ મા બટાકા ના પીસ ચઢી જાય છે. ગેસ બંદ કરી ને આમોલિયા પાઉડર નાખી બરોબર ચલાવી ને ઠંડા કરી ને સમોસા મા ભરો.સ્ટફીગ તૈયાર છે

  3. 3

    હવે લોટ ફરી થી મસળી ને લુઆ પાડી ને પૂરી જેવુ ગોલ વણી ને બચચે થી કટ કરી ને બે ભાગ કાપો આ રીતે એક પૂરીથી બે સમોસા બનશે. કાપેલા અર્ધા ભાગ લઈ ને ત્રિકોણ કોન ના શેપ કરી ને સ્ટફીગ ભરી ને કિનારી પર પાણી લગાવી ને સીલ કરી દો. સ્લો મીડીયમ ફલેમ રાખી ને ગરમ તેલ મા બન્ને બાજૂ ગોલ્ડન ગુલાબી તળી લો અને ગરમાગરમ સર્વ કરો.તૈયાર છે સરસ મસાલેદાર "કિસ્પી સમોસા"

  4. 4

    નોધ.. મૈદા ની જગાય ઘઉ ના લોટ પણ લઈ શકાય અથવા 1/2વાટકી ઘઉ ના અને1/2વાટકી મૈદા લઈ શકાય એક વાટકી લોટ મા 14સમોસા બનયા છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (5)

sangita Kotak
sangita Kotak @cook_20973180
મેં પણ તમારી જેમ સમોસા બનાવવા બહુ સરસ બન્યા તમારી રેસિપી શેર કરવા બદલ આભાર

દ્વારા લખાયેલ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes