બિહારી સમોસા ચાટ (Bihari Samosa Chat Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

# ચૉટ રેસીપી
#સ્ટ્રીટ ફૂડ રેસીપી
ભારતીય વ્યંજન મા સમોસા એક ફરસાણ તરીકે ઓળખવા મા આવે છે. અલગ અલગ રાજયો મા વિવિધ રીતે બને છે. ગુજરાત મા પણ સમોસા બધા ની મનભાવતુ પ્રિય વાનગી છે નાસ્તા મા ચૉય ,કૉફી સાથે અને ચટણી સાથે ચૉટ ના ફામ મા પણ સર્વ થાય છે

બિહારી સમોસા ચાટ (Bihari Samosa Chat Recipe In Gujarati)

# ચૉટ રેસીપી
#સ્ટ્રીટ ફૂડ રેસીપી
ભારતીય વ્યંજન મા સમોસા એક ફરસાણ તરીકે ઓળખવા મા આવે છે. અલગ અલગ રાજયો મા વિવિધ રીતે બને છે. ગુજરાત મા પણ સમોસા બધા ની મનભાવતુ પ્રિય વાનગી છે નાસ્તા મા ચૉય ,કૉફી સાથે અને ચટણી સાથે ચૉટ ના ફામ મા પણ સર્વ થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60મીનીટ
6વ્યકિત માટે
  1. 15,20 નંગબટાકા
  2. 500 ગ્રામમેંદો
  3. 1/4 ચમચીઅજમો
  4. 3 ચમચીઘી
  5. 3 ચમચી તેલ મોણ માટે
  6. 1 ચમચીધણા પાઉડર
  7. 1/4 ચમચીહળદર પાઉડર
  8. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  9. 1/2 ચમચીવરિયાળી (સૌફ)
  10. 1/4 ચમચીઅધકચરા આખા ધણા
  11. 1.1/2ચમચી અમચુર પાઉડર
  12. મીઠુ સ્વાદ પ્રમાણે
  13. તેલ તળવા માટે
  14. સર્વીગ માટે..લીલી ચટણી,મીઠી ચટણી,દહીં, સેવ

રાંધવાની સૂચનાઓ

60મીનીટ
  1. 1

    સોથી પેહલા બટાકા ધોઈ,છોળી ને ઞીણા ઝીણા પીસ કાપી ને ગરમ પાણી મા ઉકળવા મુકી દેવુ,90ટકા કુક થઈ જાય ચારણી મા નિથારી ને કપડા પાથરી ને સહેજ કોરુ કરી લેવાના

  2. 2

    મૈદા ના લોટ મા અજમો,મીઠુ,તેલ,ઘી નાખી ને ક્રમ્બલ કરી લેવાના મુઠ્ઠી મોણ થાય પાણી નાખી ને કઠણ મુલાયમ લોટ બાન્ધી ને લુઆ પાડી લેવાના

  3. 3

    સ્ટફીગ માટે....કઢાઈ મા તેલ ગરમ કરી જીરા,હીન્ગ ના વઘાર કરી ને વરિયાળી,અધકચરા ધણા, કોરા બટાકા ના પીસ,મીઠુ,મરચુ,હલ્દી,અમચૂર પાઉડર, ધણા પાઉડર નાખી ને મિક્સ કરી ને ઠંડા કરી લેવુ.સમોસા ની સ્ટફીગ તૈયાર‌છે

  4. 4

    હવે તૈયાર લોટ ના લુઆ પાડી ને મોટી સહેજ થીક પુડી વણી ને વચચે થી બે ભાગ કાપી લો.એક ભાગ ઉઠાવી ને કોન ના આકાર આપી ને સ્ટફીગ ભરી ને સીલ કરી દો આ રીતે બધા સમોસા તૈયાર કરી લેવાના

  5. 5

    કઢાઈ મા તેલ ગરમ કરી ને મીડીયમ સ્લો ફલેમ પર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન તળી લેવાના

  6. 6

    લીલી ચટણી માટે.. લીલા ધણા,લાલા મરચા,મીઠુ નીમ્બુ નારસ ચવાણુ અને આઈસ કયુબ નાખી ને ગ્રાઈન્ડ કરી લો ચટણી તૈયાર છે

  7. 7

    મીઠી ચટણી માટે... ખજુર આમોલિયા ને બાફી સંચર મીઠુ શેકેલા જીરા પાઉડર સહેજ મરચુ પાઉડર નાખી ગ્રાઈન્ડ કરી લો મીઠી ચટણી તૈયાર છે

  8. 8

    એક પ્લેટ મા સમોસા મુકી લીલી ચટણી, મીઠી ચટણી, દહીં સેવ નાખી ને ચૉટ તરીકે સર્વ કરો તો તૈયાર છે. ચટાકેદાર તીખા,ખાટા,મીઠા જયાકેદાર "બિહારી સમોસા ચૉટ.."

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes