કાઠિયાવાડી કઢી ખીચડી (Kathiyawadi Kadhi Khichdi Recipe In Gujarati)

Minaxi Agravat
Minaxi Agravat @cook_21084814

પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીખીચડી
  2. (1/2 વાટકી ખીચડીયા ચોખા અને 1/2 વાટકી મગ ની ફોતરાં વાળી દાળ)
  3. 4 1/2 વાટકીપાણી
  4. દેશી ઘી જરૂર મુજબ
  5. 1/4 ચમચીહળદર
  6. ર ચપટી હિંગ
  7. મીઠું જરૂર મુજબ
  8. કઢી :
  9. 4વાટકા ખાટી છાશ
  10. 21/2 ચમચીચણાનો લોટ
  11. 3 ચમચીદેશી ગોળ
  12. ર લીલા મરચાં
  13. 1 ચમચીજીરા પાઉડર
  14. 1 ચમચીખમણેલું આદુ
  15. 2 ચપટીહળદર
  16. મીઠું જરૂર મુજબ
  17. કોથમીર જરૂર મુજબ
  18. મીઠા લીમડાના તીરખી એક
  19. વઘાર : દેશી ઘી 2 ચમચી તજ લવિંગ લાલ સુકૂ મરચું હિંગ જીરૂ એક ચમચી
  20. શાક :
  21. 250 ગ્રામગલકા
  22. 1પાવળુ તેલ
  23. 2 ચમચીલસણની ચટણી
  24. 1/4 ચમચીહળદર
  25. 1 ચમચીજીરા પાઉડર
  26. મીઠું જરૂર મુજબ
  27. 1 વાટકીઘઉં નો લોટ
  28. 2 ચમચીતેલ
  29. દેશી ઘી
  30. અડદ ના પાપડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ ખીચડી ભેળવી લો સારી રીતે ધોઈ સાડા ચાર ગણું પાણી લઈને કુકરમાં તૈયાર કરી તેમાં મીઠું હળદર હિંગ બે ચમચી ઘી નાખી બે કલાક સુધી પલાળી રાખો ત્યારબાદ ગેસ પર મૂકી બે સીટી થાય એટલે ધીમા તાપે પંદર મિનિટ સુધી રહેવા દો અને પછી ગેસ પરથી ઉતારી લો તૈયાર છે ગરમાગરમ ખીચડી

  2. 2

    ગેસ પર તપેલીમાં છાશ અને ચણાનો લોટ નાખી સારી રીતે ભેળવી લો હળદર મીઠું સુધારીને રાખેલ લીલા મરચાં આદુ નું ખમણ ગોળ નાખી ઉકળવા દો પછી તપેલીમાં ઘી લેવું જીરૂ તજ લવિંગ લાલ સુકૂ મરચું હિંગ નો વઘાર કરી ને ઊકળી ને એકરસ થયેલ કઢી માં વઘાર રેડી દો

  3. 3

    ઊકળી ને એકરસ થયેલ કઢી માં વઘાર રેડીને ઉપર કોથમીર લીમડાના પાન જીરા પાઉડર નાખીને ગેસ પરથી ઉતારી લો તૈયાર છે ગરમાગરમ કઢી

  4. 4

    ગલકા ઘોઈને છાલ ઉતારી સુધારીને લોયામા તેલ મૂકી તેલમાં લસણની ચટણી હિંગ નો વઘાર કરી ને તેમાં સુધારીને રાખેલ ગલકા નાખીને હલાવી લો હળદર મીઠું નાખીને હલાવી લેવું હવે થાળી ઢાંકી તેની ઉપર પાણી નાખીને શાક ચડવા દો અને પછી જીરા પાઉડર નાખીને સારી રીતે હલાવી લેવું તૈયાર છે ગરમાગરમ ગલકા નું શાક

  5. 5

    એક થાળીમાં ઘઉં નો લોટ લેવો તેમાં સરખું મોણ ભેળવી લોટ બાંધી લો અને વીશ મિનિટ સુધી રહેવા દો અને પછી ફૂલકા રોટલી બનાવી લો અને ઘી લગાવી દો તૈયાર છે ગરમાગરમ રોટલી

  6. 6

    અડદ ના પાપડ શેકવા

  7. 7

    કુકર ખોલીને તેમાં ખીચડી ઉપર પાણી હોય છે એટલે ખીચડી ને ખૂબ હલાવી લો અને ઘી વધુ નાખીને સારી રીતે હલાવી લઈ એકદમ મીણ જેવી કરી લેવી

  8. 8

    તૈયાર છે કાઠિયાવાડી કઢી ખીચડી

  9. 9

    પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું : ખીચડી - કઢી ગલકા નું શાક રોટલી અડદ નો શેકેલ પાપડ અને જૂનાગઢ ની કેસર કેરી તો હોય જ

  10. 10

    સોરી જે ફોટા ઝાંખા છે તેથી તે ફોટા મુક્યા નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Minaxi Agravat
Minaxi Agravat @cook_21084814
પર

Similar Recipes