ફરાળી_રોટલીબટાકા_નું_શાક(Faradi rotli _ bataka sabzi recipe in Gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
શેર કરો

ઘટકો

  1. રોટલી માટે:
  2. 2 વાડકીસ્વામિનારાયણ નો ફરાળી લોટ
  3. ચપટીમીઠું
  4. 1 ચમચીતેલ(મોણ માટે)
  5. બટાકા નાં શાક માટે:
  6. 6-7નાના બટાકા
  7. 2ટામેટા
  8. 2 ચમચીમીઠું
  9. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. 2 ચમચીધાણાજીરું
  11. 1લીલું મરચું વઘાર માટે
  12. 2-4લીમડા નાં પાન
  13. ચપટીજીરું
  14. 1/2ચમચી ખાંડ
  15. 1 ચમચીતેલ વઘાર માટે
  16. 1/2 લીંબુ
  17. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધવા માટે કથરોટ માં લોટ લઇ થોડું મીઠું અને મોણ નાખી ધીમે ધીમે પાણી નાખી રોટલી જેવો લોટ બંધવો. તેનાં નાનાં નાનાં લૂઆ કરી રોટલી વણી શેકી લેવી. ઘી લગાવી મુકવી.

  2. 2

    બટાકા નું શાક બનાવા માટે બટાકા ને બાફી લઇ છાલ કાઢી સમારી લેવા. ટામેટા ને ક્રશ કરી લેવા.

  3. 3

    કઢાઈ માં તેલ ઘરમ કરી જીરું. લીલું મરચું અને લીમડાના પાન નાખી ટામેટા ની grevy નાખવી. ત્યાર બાદ થોડી ખદબદવા દેવી. ત્યાર બાદ તેમાં બટેકા નાખી બધાં મસાલા નાખી મિક્સ કરવાં. થોડી વાર ચડવા દેવું. ત્યાર બાદ કોથમીર નાખી serve કરવું..😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

ટિપ્પણીઓ

Similar Recipes