પનીર અંગારા સબ્જી (paneer Angara sabji in Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. ગ્રેવી બનાવવા માટે:
  2. ૩ ચમચીતેલ
  3. ૧ ચમચીજીરૂ
  4. ૫ નંગઆખા લાલ મરચાં
  5. ૧ ચમચીલીલાં મરચાની પેસ્ટ
  6. ૬ નંગલસણ ની કરી
  7. ૫ ટુકડાઆદુ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ વાટકીકાજુ
  10. ૧ ચમચીહળદર
  11. ૨ ચમચીધાણજીરૂ
  12. ૧ ચમચીગ્રેવી મસાલો
  13. ૧ ચમચીકાશ્મીરી મરચું
  14. ૧ કપપાણી
  15. ૧ કપકાંદા
  16. ૧ કપટામેટા મોટા સમારેલા
  17. ઈલાયચી
  18. ૨ નંગલવિંગ
  19. ૧ નંગતજ
  20. સબ્જી બનાવવા:
  21. ૨ ચમચીતેલ
  22. ૧ ચમચીજીરૂ
  23. ૧ કપમોટા સમારેલા કાંદા
  24. ૧ કપપનીર
  25. ૧ કપકેપ્સીકમ મરચું મોટા સમારેલા
  26. ૧ ચમચીકસુરી મેથી
  27. ૨ ચમચીફ્રેશ ક્રીમ
  28. મીઠું સ્વાદાનુસાર
  29. ૧ ચમચીલાલ મરચુ
  30. ૧ કપકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગ્રેવી બનાવવા માટે: ૧ પેન માં તેલ લેવું. જીરૂ સતદવું.તજ,લવિંગ,ઈલાયચી નાખી સાંતળી લેવું. કાંદો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.તેમાં મીઠું,લાલ મરચુ, ધાણાજીરું પાઉડર,ગ્રેવી મસાલો,હળદર નાખી સાંતળી લેવું.

  2. 2

    કાજુ,આખા લાલ મરચાં,લસણ ની કરી,આદુ ના ટુકડા નાખી સટડવું.ત્યારબાદ ટામેટું નાખી મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ ૧ કપ પાણી ઉમેરવું ઠંડુ પડે એટલે ગ્રાઇન્ડ કરી પ્યુરી બનાવી લેવી. તૈયાર છે રેડ પ્યુરી.

  4. 4

    ૧ પેન માં તેલ લેવું,તેમાં જીરૂ,લસણ,મરચાની પેસ્ટ નાખી સાંતળી લેવું.ત્યારબાદ તૈયાર કરેલી પ્યુરી ઉમેરી ૫ મિનિટ સુધી સાંતળો.તેમાં મીઠું સ્વાદાનુસાર,કાશ્મીરી મરચું,કાંદા,કેપ્સીકમ ની સ્લાઈસ ઉમેરો.ગરમ પાણી માં બોરી મૂકેલું પનીર પણ ઉમેરો.

  5. 5

    ૨ મિનિટ ચડવા દેવું. ત્યારબાદ ૧/૨ ચમચી ગરમ મસાલો,કોથમીર,કસુરી મેથી, ફ્રેશ ક્રીમ નાખી હલાવી લેવું.૫ મિનિટ ચડવા દેવું.

  6. 6

    એક કોલસાને ગેસ પર ગરમ કરી સબ્જી ની વચ્ચે કાંદા ની સ્લાઈસ મૂકી એના પર મૂકવો.૧ ચમચી ઘી મૂકી સ્મોકી ઈફ્ફેકટ આપવી.કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.

  7. 7

    બટર નાન સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

ટિપ્પણીઓ (4)

Similar Recipes