પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫ લોકો માટે
  1. પહેલી રેડ ગ્રેવી માટે
  2. ૧ મોટો ચમચોતેલ
  3. સૂકા લાલ મરચાં
  4. ૧ ટુકડોતજ
  5. ૨ થી ૩ ઇલાયચી
  6. ૩ થી ૪ લવિંગ
  7. ૨ થી ૩ મીડીયમ ડુંગળી લાંબી સમારેલી
  8. ૧ થી ૨ લીલા મરચાં
  9. ૧/૨આદુ
  10. બીજી ગ્રેવી માટે
  11. ૫ થી ૬ લસણની કળી
  12. ૬ થી ૭ કાજુ
  13. ૨ થી ૩ બદામ
  14. ૪ થી ૫ બારીક સમારેલા ટામેટાં
  15. મીઠું સ્વાદ મુજબ
  16. 50 ml પાણી
  17. ફરી વઘાર માટે
  18. ૧ મોટો ચમચોતેલ
  19. તેજ પત્તા
  20. જીરુ
  21. ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  22. ૧ મોટી ચમચીલાલ મરચું પાઉડર
  23. ૧ ચમચીજીરૂ પાઉડર
  24. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  25. ૧/૨ ચમચીહળદર
  26. ૧/૨ડુંગળી ચોરસ સમારેલી
  27. ૧/૨ કપસિમલા મિર્ચ ચોરસ સમારેલા
  28. ૨૫૦ ગ્રામ પનીર
  29. ૧ ચમચીગરમ મસાલો
  30. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  31. કસૂરી મેથી
  32. ૩ મોટા ચમચાફ્રેશ ક્રીમ
  33. બારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    કડાઈમાં તેલને તેમાં સૂકા લાલ મરચા, તજ, ઇલાયચી, લવિંગ, મરચા,આદું, લસણ ઉમેરી એક મિનિટ માટે હલાવો. કાજુ, ડુંગળી ઉમેરી ફરી બેથી ત્રણ મિનિટ માટે હલાવો. ત્યારબાદ તેમાં ટામેટા અને મીઠું ઉમેરી પકાવી લો હવે તેમાં ૫૦ મીલી પાણી નાખી ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને પીસી ને ગ્રેવી તૈયાર કરી લો.

  2. 2

    હવે ફરી કડાઈમાં ૧ મોટો ચમચો તેલ લઈ તેમાં તે તેજ પત્તા, જીરુ, આદુ મરચાની પેસ્ટ, ઉમેરી હલાવી લો. હવે તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ લાલ મરચું પાઉડર, જીરુ પાઉડર,હળદર,ધાણાજીરું પાઉડર, મીઠું ઉમેરી ચારથી પાંચ મિનિટ માટે પકાવી લો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી મિક્સ કરી લો અને તેમાં પાણી ઉમેરીને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને ફરી પકાવી લો.

  3. 3

    થોડું પાક્યા બાદ તેમાં ગરમ મસાલો, કસૂરી મેથી ફ્રેશ ક્રીમ ઉમેરી ધીમા તાપે થવા દો. હવે બારીક સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી લો.

  4. 4

    હવે કોલસાને ગરમ કરી સબ્જી ની વચ્ચે કટોરીમાં રાખી બેથી ત્રણ ટીપાં નાખી તેના ઉપર ઘી રેડી ને ઢાંકીને ધુમાડો કરી લો. આ રીતે કરવાથી શાકમાં સુગંધ બહુ સરસ બેસી જશે અને ટેસ્ટમાં પણ સ્વાદિષ્ટ લાગે છે. પનીર અંગારા સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes