રાજભોગ આઈસક્રીમ ડ(rajbhog icecream in Gujarati)

Nipa Bhadania
Nipa Bhadania @cook_24521292

#વિકમિલ2
#માઈઈબુક_2
શ્રીખંડ અને આઈસક્રીમ એક એવી વસ્તુ છે નાના-મોટા સૌને પ્રિય હોય છે. અહીં મેં બંનેને મિક્સ કરીને આઇસ્ક્રીમ શ્રીખંડ બનાવ્યો છે જે જોતા જ ખાવાનું મન થઈ જાય છે અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે તેમજ સ્વાદિષ્ટ પણ છે.

રાજભોગ આઈસક્રીમ ડ(rajbhog icecream in Gujarati)

#વિકમિલ2
#માઈઈબુક_2
શ્રીખંડ અને આઈસક્રીમ એક એવી વસ્તુ છે નાના-મોટા સૌને પ્રિય હોય છે. અહીં મેં બંનેને મિક્સ કરીને આઇસ્ક્રીમ શ્રીખંડ બનાવ્યો છે જે જોતા જ ખાવાનું મન થઈ જાય છે અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે તેમજ સ્વાદિષ્ટ પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક આશરે
4 વ્યક્તિઓ માટે
  1. 1કિલો મોળું દહીં
  2. અડધો વાટકો દળેલી સાકર
  3. 5 ચમચીકેસરવાળું દૂધ
  4. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  5. અડધો વાટકી કાજુ, બદામ,પિસ્તા કિસમિસ અને કાળી દ્રાક્ષ
  6. 1 કપવેનિલા આઈસ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

2 કલાક આશરે
  1. 1

    સૌપ્રથમ 1 કિલો મોળું દહીં લઈ તેને રૂમાલમાં બાંધી અને ઊંચાઈ વાળી જગ્યા પર લટકાવી બધુ પાણી નિતારી લેવું આ રીતે એક કલાક રાખવુ.

  2. 2

    કોટન ની ચુંદડી લઈ તેને ઘળી વાળી તેના પર રૂમાલમાં નો મસકો ચમચા દ્વારા પાથરી લેવો આ રીતે અડધો કલાક રાખવુ.

  3. 3

    હવે આ મસ્કા ને બાઉલમાં લઈને તેમાં દળેલી સાકર ઉમેરી ખૂબ જ હલાવવું. તમે ઈચ્છો તો તેને ચારણી વડે પણ ગાળી શકો છો જેથી એકદમ લીસુ થઈ જાય.

  4. 4

    સાકર બરાબર ઓગળી ગયા બાદ તેમાં ઇલાયચી પાઉડર, કેસરવાળું દૂધ તથા ડ્રાય ફુટ ઉમેરો અને મિક્સ કરી લો.

  5. 5

    તેમાં એક કપ વેનીલા આઇસક્રીમ ઉમેરો અને મિક્સ કરી લો હવે એક બાઉલમાં લઈ ગાર્નિશિંગ કરી તેને ફ્રીજમાં બે કલાક માટે ઠંડો થવા માટે મૂકો.

  6. 6

    તો તૈયાર છે આપણું રજવાડી રાજભોગ આઈસ્ક્રિમ શ્રીખંડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nipa Bhadania
Nipa Bhadania @cook_24521292
પર

Similar Recipes