રવાના ઢોકળા (rava na dhokla recipe in gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543
શેર કરો

ઘટકો

30થી 35 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 250 ગ્રામરવો
  2. 1 ચમચીચણાનો લોટ
  3. 1વાટકો ખાટી છાશ
  4. જરૂર મુજબ પાણી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1/4 ચમચી સાજીના ફૂલ
  7. ગાર્નિશીંગ માટે મરચું પાઉડર અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રવો અને ચણા નો લોટ લઇ છાસ ઉમેરીને મિક્સ કરો બેટર થોડું જાડું હોય તો તેમાં થોડું પાણી નાખીને ઢોકળા નું બેટર તૈયાર કરો. ૨૦ મિનીટ માટે તેને પલળવા દો.

  2. 2

    ત્યારબાદ મિશ્રણમાં મીઠું અને સાજીના ફૂલ એડ કરી બરાબર મિક્સ કરી ઢોકળીયામાં તેલથી ગ્રીસ કરેલી થાળી માં મિશ્રણ ઉમેરીને ઢોકળીયા મા પાંચ મિનિટ માટે સ્ટીમ થવા મૂકો. ઉપરથી મરચાનો ભૂકો અને કોથમીર થી ગાર્નીશ કરો.

  3. 3

    તો તૈયાર છે રવાના ઢોકળા. રવાના ઢોકળા હલકાં હોવાથી પચવામાં સરળ રહે છે. ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes