તંદુરી મોમોઝ (tandoori momos recipe in Gujarati)

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
શેર કરો

ઘટકો

  1. લોટ બાંધવા માટે
  2. ૧ વાટકીઘઉંનો લોટ
  3. 1ચમચો તેલ
  4. મીઠું સ્વાદપ્રમાણે
  5. લોટ બાંધવા પાણી
  6. momos સ્ટફિંગ બનાવવા
  7. 1મોટું બાઉલ કોબીનું છીણ
  8. ઝીણો સુધારેલું કેપ્સીકમ
  9. 1/2વાટકી વટાણા
  10. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. વઘાર માટે એક ચમચો તેલ
  13. મેરીનેટ કરવા
  14. 1/2વાટકી દહીં
  15. ચમચા શેકેલો ચણાનો લોટ
  16. 2 ચપટીતજનો પાઉડર
  17. 1/2ચમચી જીરું નો પાઉડર
  18. 1/2ચમચી મરી નો ભૂકો
  19. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  20. 1ચમચો આદુ મરચાની પેસ્ટ
  21. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  22. ૨ ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  23. 1/2 લીંબુ
  24. 1 ચમચીતેલ
  25. મીઠું સ્વાદ પ્રમાણે
  26. તંદૂર ની ફ્લેવર આપવા
  27. ગરમ કરેલો કોલસો
  28. 1 ચમચીઘી
  29. ગ્રીલ કરવા ઘી અથવા માખણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં લોટ લઈ એમાં મીઠું અને તેલ નાખી થોડો કઠણ પરોઠા જેવો લોટ બાંધો તેને દસ મિનિટ રેસ્ટ આપો

  2. 2

    સ્ટફિંગ માટે કોબીને ઝીણું ખમણી લો કેપ્સીકમ ઝીણું સુધારી લો બીજું કંઈ શાક મળતુ હોય તો એ પણ લો મકાઈ ફણસી ગાજર પણ નાખી શકાય એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં કોબી વઘારો સાથે કેપ્સીકમ નાખો મેં અહીં ફ્રોઝન વટાણા લીધા છે બધું હલાવી સહેજ મીઠું નાખી પાણી બળે એટલું ગેસ ઉપર રહેવા દો પછી ગેસ બંધ કરી સ્ટફિંગ ઠંડુ થવા દો સ્ટફિંગ ઠંડુ થાય એટલે બાંધેલી કણકમાંથી નાના લૂઆ લઇ એના મોમોઝ બનાવો પાણી ગરમ મૂકી બનાવેલા મોમોઝ દસ મિનિટ માટે સ્ટીમ કરો

  3. 3
  4. 4

    Tandoori ફ્લેવર આપવા એક બાઉલમાં શેકેલો ચણાનો લોટ દહીં અને ઉપર લખેલા દરેક મસાલા મિક્સ કરો છેલ્લે તેલ નાખો આ મેરીનેશન માં બાફેલા મોમો હળવા હાથે મિક્સ કરો હવે અંદર વાટકી મૂકી તેમાં ગરમ કરેલો કોલસો મૂકો ઉપર ઘી નાખી બાઉલ ને ઢાંકી દો ધુમાડાની ફ્લેવર બધા મોમા માં સરસ બેસી જશે બે મિનીટ પછી કોલસો કાઢી 15 મિનિટ માટે રહેવા દો 15 મિનિટ પછી મેરીનેશન માંથી મોમો બહાર કાઢી grill pan માં મુકો અને ગ્રીલ માર્ક આવે ત્યાં સુધી ગ્રીલ થવા દો પલટાવીને બીજી બાજુ પણ ગ્રીલ માર્ક આવવા દો

  5. 5

    તો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી વરસાદી માહોલ માં બધાને ભાવે તેવા tandoori momos

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
પર

Similar Recipes