વેજ મોમોઝ(Veg momos recipe in Gujarati)

Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041

#GA4
#Week14
અહીં મેં વેજ મોમોઝ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરશો.

વેજ મોમોઝ(Veg momos recipe in Gujarati)

#GA4
#Week14
અહીં મેં વેજ મોમોઝ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 35 મિનિટ
પાંચથી છ વ્યક્તિઓ માટે
  1. 2 વાટકો ખમણેલી કોબીજ
  2. 1વાટકો બારીક સમારેલી ડુંગળી
  3. દોડ મોટો ચમચો બારીક સમારેલું લસણ
  4. 1 મોટો ચમચોબારીક સમારેલા લીલા મરચા
  5. 1 મોટો ચમચોછીણેલું આદુ
  6. 1 મોટો ચમચોતેલ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1/2નાની ચમચી કાળા મરીનો ભૂકો
  9. ૧ નાની ચમચીશેજવાન ચટણી
  10. 1/2નાની ચમચી સોયા સોસ
  11. દોઢ મોટા વાટકા મેંદો
  12. મીઠું સ્વાદપ્રમાણે
  13. 1 મોટો ચમચોમોણ માટે તેલ
  14. લોટ બાંધવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બે મોટા કપ કોબીજ ખમણેલી લેવી. અને તેમાં 1/2ચમચી મીઠું નાખીને રહેવા દો.

  2. 2

    પંદરથી વીસ મિનિટ પછી કોબીજને નીચવી ને કાઢી લેવી.

  3. 3

    હવે એક વાસણમાં એક ચમચો તેલ ધીમા તાપે ગેસ પર ગરમ થવા મૂકો.

  4. 4

    હવે તેમાં સૌથી પહેલા ઝીણું સમારેલું લસણ નાંખી સાંતળવો.

  5. 5

    હવે તેમાં ઝીણી સમારેલા લીલા મરચા,પછી ખમણેલું આદૂ નાખી સાંતળો.

  6. 6

    હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળવી.

  7. 7

    અમે હવે તેમાં નીચલી કોબીજ નાખી દેવી.

  8. 8

    હવે તેમાં જરૂર પ્રમાણે મીઠું અને કાળા મરીનો ભૂકો નાખો.

  9. 9

    હવે તેમાં એક નાની ચમચી સેજવાન ચટણી અને 1/2નાની ચમચી સોયા સોસ નાખો.

  10. 10

    હવે તેને ત્રણથી ચાર મિનિટ પકાવીને કાઢી લેવું.

  11. 11

    હવે એક મોટા વાસણમાં 1-1/2 કપ મેંદો,તેમાં જરૂર પ્રમાણે મીઠુ અને એક મોટો ચમચો તેલ નાખી બરાબર મિક્સ કરો.

  12. 12

    હવે પાણીથી તેનો નરમ લોટ બાંધી ને દસથી પંદર મિનિટ ટેસ્ટ દેવા મૂકો.

  13. 13

    10 થી 15 મિનિટ પછી લોટને બરાબર કુણીંને નાના-નાના ગોળા બનાવી લેવા.

  14. 14

    હવે તેના જુદા જુદા શેપમાં સ્ટફિંગ ભરીને મોમોઝ તૈયાર કરી લેવા.

  15. 15

    હવે એક તપેલીમાં 1/2તપેલી પાણી ભરી તેને ગેસ ઉપર ગરમ થવા મૂકો. હવે તેના ઉપર એક સ્ટીલની ચાયણી ને તેલથી ગ્રીસ કરી મૂકી દેવી.

  16. 16

    હવે તેના ઉપર તૈયાર કરેલા મોમોઝ ગોઠવીને મોમોઝ ઉપર તેલ લગાડી દેવુ.

  17. 17

    હવે તેને ઢાંકીને ફાસ્ટ ગેસ ઉપર ૧૦ થી ૧૨ મિનિટ ચડવા દેવું. તો તૈયાર છે સરસ મજાના મોમોઝ તેને તમે શેઝવાન ચટણી સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041
પર

Similar Recipes