વેજ ચીઝ લોલીપોપ સ્ટાર્ટર(veg cheese lolipop starter in Gujarati)

Er Tejal Patel
Er Tejal Patel @cook_241294

#વિકમીલ# વીક ૩# પોસ્ટ ૬

વેજ ચીઝ લોલીપોપ સ્ટાર્ટર(veg cheese lolipop starter in Gujarati)

#વિકમીલ# વીક ૩# પોસ્ટ ૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. બાફેલા બટાકા
  2. ડુંગળી ઝીણી સમારેલી
  3. ૩ ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  4. ૧/૨ નાની ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ નાની ચમચીધાણાજીરુ પાઉડર
  6. ૨ નાની ચમચીઆદુ-લસણની પેસ્ટ
  7. ૨ ચમચીકોર્ન ફ્લોર
  8. ૧/૨ વાટકીબ્રેડ ક્રમ્સ
  9. ૨ નાની ચમચીલીંબુનો રસ
  10. ૧ નાની ચમચીરેડ ચીલીફ્લેક્સ
  11. ૧/૨ નાની ચમચીમિક્સ હબૅ સીસનીંગ
  12. ૩ ચમચીછીણેલું ચીઝ
  13. કોટીંગ માટે:
  14. 3 ચમચીમેંદો
  15. ૧ વાટકીબ્રેડક્રમ્સ
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકાને છીણી લેવા.ત્યારબાદ એક બાઉલમાં બટાકાનો માવો,ડુંગળી,કેપ્સીકમ,લાલ મરચું પાઉડર,આદુ લસણની પેસ્ટ,કોર્ન ફ્લોર,બ્રેડ ક્રમ્બ,લીંબુનો રસ,રેડ ચીલીફ્લેક્સ,મિક્સ હબૅ સીસનીંગ અને છીણેલું ચીઝ ઉમેરી હાથેથી બધું બરાબર મિક્સ કરી લેવું

  2. 2

    ત્યારબાદ એક વાટકીમાં મેંદો લઈ તેમાં જરૂરીયાત મુજબ પાણી ઉમેરી એક મિડીયમ પેસ્ટ તૈયાર કરવી.ત્યારબાદ ૧ વાટકી બ્રેડ ક્રમ્સમાં ૧ ચમચી રેડ ચીલીફ્લેક્સ અને મિક્સ હબૅ સીસનીંગ ઉમેરી બરાબર હલાવી લેવું.ત્યારબાદ બટાકાના તૈયાર કરેલ મિશ્રણના બોલ્સ બનાવી તેને મેંદાની પેસ્ટમાં બોળી પછી બ્રેડ ક્રમ્સમાં રગડોળી તેને બરાબર કવર કરી લેવા.તેવી જ રીતે બધા બોલ્સ તૈયાર કરી લેવા.તમે ડબલ કોટ પણ કરી શકો.

  3. 3

    ત્યારબાદ તેને ૮-૧૦ મિનિટ ફ્રીઝમાં મૂકી દેવું.જેથી તે તેલમાં ફાટે નહીં.૮-૧૦ મિનિટ બાદ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવા.અને ટૂથસ્ટીક નાંખીને ગરમાગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Er Tejal Patel
Er Tejal Patel @cook_241294
પર

Similar Recipes