સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ જીની ઢોસા

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#GA4
#વીક-૩
#પોસ્ટ-૩
# ઢોસા

સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ જીની ઢોસા

#GA4
#વીક-૩
#પોસ્ટ-૩
# ઢોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૩ વાટકીચોખા
  2. ૧ વાટકીઅળદ ની દાળ
  3. ૨ વાટકીખાટી છાશ
  4. ૧ વાટકીઝીણા સમારેલા કાંદા
  5. ૧ વાટકીઝીણું સમારેલું ટમેટું
  6. ૧ વાટકીઝીણું સમારેલું કેપ્સીકમ
  7. ૧ વાટકીઝીણું સમારેલું કોબીજ
  8. લીલાં ધાણા જરૂર મુજબ
  9. ૩-૪ ચમચી લાલ મરચાંની ચટણી
  10. ૪-૫ ચમચી ગન પાઉડર
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૪-૫ ચમચી ટોમેટો સોસ
  15. ૧ વાટકીઝીણું ખમણેલું પનીર
  16. ૧ વાટકીઝીણું ખમણેલું ચીઝ
  17. પાણી જરૂર મુજબ
  18. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બેટર બનાવવાની રીત-સૌપ્રથમ ચોખા ને અળદ ની દાળ ને બાઉલમાં કાઢી ને ૧,૩ કલાક સુધી પલાળી રાખો.પછી તેમાં થી પાણી કાઢી ને તેને મીકસર માં ક્રશ કરી લો.પછી તેને ૧-૨ કલાક સુધી ઢાંકીને રહેવા દો.પછી પાછું છાશ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ને ક્રશ કરી લો.હવે બેટર તૈયાર છે.

  2. 2

    હવે આ બેટર ના ઢોસા બનાવો પછી તેના પર કોબીજ, કાંદા, કેપ્સીકમ, ટામેટાં, પનીર, ચીઝ, ગન પાઉડર, ગરમ મસાલો, લાલ મરચાં ની ચટણી, ટોમેટો સોસ, બટર, એડ કરી ને બરાબર હલાવી લો.

  3. 3

    હવે પછી તેના પર લીલા ધાણા ને નાખી ને રોલ વાળી લો. પછી તેને એક પ્લેટમાં કાઢી ને તેને પર ચીઝ ઉમેરો ને ગાર્નિશ કરો.

  4. 4

    ઢોસા ની ચટણી બનાવવા માટેની રીત સૌપ્રથમ ૪ ચમચી ચણાની દાળ, ૧ વાટકી ઝીણું ખમણેલું નાળિયેર,૨ નંગ લીલા મરચા, ૧-૩ લસણની કળી, ૧ ટુકડો આદું નો, અને ૧ વાટકી ખાટી છાશ, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ને મીક્ષરમાં ક્રશ કરી લો.પછી તેનો વઘાર કરો.વઘાર માટે ૨ ચમચી તેલ, રાઈ, લાલ મરચાં સુકા, લીમડાના પાન આ બધું ઉમેરી ને વઘાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર
Navsari

Similar Recipes