ચીઝ નગેટ્સ(Cheese nuggets recipe in gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
શેર કરો

ઘટકો

35 - 40 મિનીટ
4 વ્યક્તિ માટે
  1. 3મીડીયમ સાઈઝ બટેટા
  2. 50-75 ગ્રામચીઝ ખમણેલી
  3. સ્વાદ અનુસાર- મીઠુ
  4. 1 ટી સ્પૂન- મરી પાઉડર
  5. 1 ટી સ્પૂન- ઓરેગાનો
  6. 1 ટી સ્પૂન- પેપ્રિકા
  7. 5-6કળી - લસણ વાટેલું
  8. 2 ટી સ્પૂન- કોથમીર (જો નાખવી હોય તો)
  9. 4-5 ટેબલ સ્પૂન- બ્રેડ ક્રમ્સ
  10. 2 ટી સ્પૂન- કોર્ન ફ્લોર
  11. 2 ટી સ્પૂન- મેંદો
  12. 4 ટી સ્પૂન- બ્રેડ ક્રમ્સ
  13. 1 ટી સ્પૂન- મરી પાઉડર
  14. તળવા માટે - તેલ
  15. 2 ટી સ્પૂન- ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

35 - 40 મિનીટ
  1. 1

    બટેટા ને બાફી લેવા.તેમાં વાટેલું લસણ,મીઠુ,મરી,ચીઝ,ઓરેગાનો,પેપ્રિકા,કોથમીર,બ્રેડક્રમ્સ નાખી મિક્સ કરી લેવુ.

  2. 2

    કોર્નં ફ્લોર નાખી મિક્સ કરી રોલ વાળી લેવો.

  3. 3

    આડણી પર રોલ વાળી તેનાં 1 ઈંચ ના માપથી કટ કરી લેવા.

  4. 4

    કટ કરી બરાબર શેપ આપી બ્રેડ ક્રમ્સ માં રગદોળી એર ટાઈટ ડબ્બામાં મુકી 15 મિનીટ માટે ફ્રીઝમાં મૂકી દેવા.

  5. 5

    જ્યારે ઉપયોગમાં લેવાના હોય ત્યારે ફ્રિજમાંથી બાર કાઢી મેંદા નું મિશ્રણ બનાવી તેમાં બોળી બ્રેડ ક્રમ્સ માં રગદોળી તળી લેવા.

  6. 6

    તળાઈ જાય એટલે તેને બાર કાઢી ઉપરથી ચાટ મસાલો છાંટીને સર્વ કરવા. ગ્રીન ચટણી અને કેચપ સાથે બહુ સરસ લાગે છે.

  7. 7

    ખાલી નગેટસ ને ક્રમ્સમાં રગદોળી ને એર ટાઈટ ડબ્બામાં મુકી અને ફ્રીઝરમાં રાખવા થી તે 1 મહિના સુધી સારા રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes