રવા સેન્ડવીચ ઢોકળા (rava sandwich dhokla recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકો રવો
  2. 1 વાટકીદહીં કે છાશ
  3. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1/2 ચમચીઇનો
  5. સ્વાદ મુજબ મીઠુ
  6. 1/2 વાટકીલીલી ચટણી
  7. કોથમીર
  8. 2 ચમચીતેલ
  9. 7-8મીઠા લીમડાના પાન
  10. ચપટીરાઈ
  11. ચપટીજીરૂ
  12. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    રવાને બાઉલ મા લય તેમા મીઠુ આદુ મરચા નિ પેસ્ટ અને જરૂર મુજબ દહીં ક છાસ એડ કરી મિક્સ કરવું.15 મીનીટ રેહવા દેવું.ખીરું ઘટ રાખવુ.ત્યારબાદ તેમા ઇનો અથવા બેકિંગ સોડા એડ કરવા.મિક્સ કરવું.

  2. 2

    થોડુ ખીરું બીજી વાટકી મા લેવુ.તેમા 2 ચમચી લીલી ચટણી એડ કરી મિક્સ કરવું.બંને ખીરું રેડિ.

  3. 3

    તમે થાળી મા ઢોકળા બનાવતા હસો.આજે મે વાટકી મા બનાવ્યા છે.તમારી પાસે જે વસ્તુ હોય તેમા બનાવી સકો. તેલ લગાવેલ વાટકી મા 1 -1 ચમચી ખીરું એડ કરવું.5 મીનીટ ઢાકિને થાવા દેવું.ત્યાર બાદ લીલી ચટણી વાળુ ખીરું 1- 1 ચમચી એડ કરી 5 મીનીટે થાવા દેવું.ત્યાર બાદ ફરિ વ્હાઇટ ખીરું પાથરવુ.હવે 7 થી 8 મીનીટ થાવા દેવું.

  4. 4

    બહાર લય થોડુ ઠંડુ થાય પછી વાટકી માથી અલગ કરવા.એક તપેલી મા તેલ મુકી રાઈ જીરૂ હિંગ મીઠા લીમડાના પાન થી વઘાર કરવો.આ વઘાર ઢોકળા પર રેડવો.

  5. 5

    ત્યાર બાદ તેના પર થોડી થોડી લીલી ચટણી અને કોથમીર મુકી ગાર્નિશ કરી સર્વ કરવા.ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી રવા સેન્ડવીચ ઢોકળા રેડિ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes