સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતની વિશેષતા ધરાવતું ફરસાણ છે પરંતુ હવે સમગ્ર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ઢોકળા બનાવવાના ઘણા પ્રકારો છે, તે ચણાનો લોટ, રવો, મિશ્રિત અનાજ, દાળ અને ચોખા અને બીજા ઘણા સંયોજનો સાથે બનાવી શકાય છે. સેન્ડવીચ ઢોકળાને તમે ગુજરાતી જમણવારમાં ફરસાણ તરીકે પણ પીરસી શકો છો. આ ઢોકળા મારા પરિવારનો મનપસંદ નાસ્તો છે તેથી હું ઘણીવાર અલગ જ બનાવું છું. અને બાળકોને લંચ બોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે.તો આવો જાણી લઇએ સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી અને રીત..
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતની વિશેષતા ધરાવતું ફરસાણ છે પરંતુ હવે સમગ્ર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ઢોકળા બનાવવાના ઘણા પ્રકારો છે, તે ચણાનો લોટ, રવો, મિશ્રિત અનાજ, દાળ અને ચોખા અને બીજા ઘણા સંયોજનો સાથે બનાવી શકાય છે. સેન્ડવીચ ઢોકળાને તમે ગુજરાતી જમણવારમાં ફરસાણ તરીકે પણ પીરસી શકો છો. આ ઢોકળા મારા પરિવારનો મનપસંદ નાસ્તો છે તેથી હું ઘણીવાર અલગ જ બનાવું છું. અને બાળકોને લંચ બોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે.તો આવો જાણી લઇએ સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી અને રીત..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને બરાબર પાણીથી ધોઈ ૬/૭ કલાક પલાળી રાખો ત્યારબાદ તેને પાણી નિતારી મિક્સરમાં દળી અને ખીરું તૈયાર કરો.અનેઅને ખીરાને આઠ-દસ કલાક માટે ગરમ જગ્યાએ મૂકી આથો આવવા દો.
- 2
હવે તૈયાર ખીરામાં ચાર-પાંચ ચમચી તેલ જરૂર મુજબ પાણી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો અને ત્રણ એકસરખી વાટકીમાં ત્રણ ભાગે ખીરુ લો.હવે એક ભાગ માં કોથમીર મરચાની પેસ્ટ ભેળવો બીજા ભાગમાં હળદર ભેળવો અને ત્રીજો ભાગ પ્લેઇન રાખો.
- 3
હવે એક એલ્યુમિનિયમ મોલ્ડને તેલથી ગ્રીસ કરી ત્રણેય ખીરામાં નાખવા સમયે ફુટ સોલ્ટ ઉમેરવું.સૌપ્રથમ પીળું ખીરુ ઉમેરી તેને ઢોકળીયામાં સ્ટીમ કરવા મુકો તે બરાબર પાકી જાય એટલે ઉપર કોથમીર મરચા વાળું ખીરું ઉમેરો ક્રમશઃ તે પણ તૈયાર થાય એટલે ઉપરથી વ્હાઇટ ખીરુ ઉમેરી દસ મિનિટ સુધી બરાબર પાકી જવા દો અને છરી થી ચેક કરો.
- 4
સેન્ડવીચ ઢોકળા બરાબર તૈયાર થઈ જાય એટલે તેને રૂમ ટેમ્પરેચર પર ફરવા દો ત્યારબાદ તેને કાપા કરી અનમોલ્ડ કરી લો.હવે એક વઘારીયા માં તેલ ગરમ મૂકી તેમા રાઈ હિંગ તલ મીઠો લીમડો ઉમેરી વઘાર તૈયાર કરી 1/2વાટકી જેટલું પાણી ઉમેરો ત્યારબાદ તેમાં સહેજ મીઠું અને ચપટી ખાંડ ઉમેરી ઉકાળી લો અને તૈયાર કરેલ સેન્ડવીચ ઢોકળા પર રેડી દો.
- 5
તો તૈયાર છે એકદમ સ્વાદમાં ટેસ્ટી અને સોફ્ટ એવા ગરમાગરમ સેન્ડવીચ ઢોકળા જેને આપ ટોમેટો કેચપ લાલ-લીલી ચટણી, આમલીની ચટણી સાથે કે જમવામાં ફરસાણ તરીકે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5ઢોકળા ઘણી રીતે બનાવવામાં આવે છે. બેસનના ઢોકળા, ચોખા તેમજ ચણા ના લોટ ના, ઈડલીના બેટર માંથી તેમજ સોજીના ઢોકળા પણ બનાવે છે. ઘણા લોકો સાદા ઢોકળા, ખાટા ઢોકળા, ગળ્યા ઢોકળા ,તેમજ સેન્ડવીચ ઢોકળા બનાવે છે. મેંઅહીં લસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
બીટરૂટ રવા ઢોકળા (Beetroot Rava Dhokla Recipe In Gujarati)
@Noopur_221082આપની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ ટ્રાય કર્યા છે જે ખરેખર ખુબ જ સરસ બન્યા છે અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો જાણવા મળ્યો Riddhi Dholakia -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
દાળ ભાતમાંથી ઢોકળા બનાવવામાં થોડો વધુ સમય લાગે છે, જો તમે ઝડપથી ઢોકળા બનાવવા માંગતા હોવ તો તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. આ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ છે. તેને બનાવવામાં ખૂબ જ ઓછું તેલ લાગે છે અને તે બનાવવું એટલું સરળ છે કે કોઈપણ તેને બનાવી શકે છે.#LB#cookpadindia#cookpadgujarati#JMCweek1 Riddhi Dholakia -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
#ટ્રેન્ડીંગઢોકળા એ ગુજરાતની ઓળખ છે.. આ ઢોકળા મુખ્યત્વે ચોખા અને અડદની દાળ ના ખીરામાંથી બનાવવામાં આવે છે, આ સિવાય સોજી કે મિક્સ દાળ ના પણ બને. હવે તો ઘણા બધા વેરીએશન સાથે પણ બનાવવામાં આવે છે. જેમ કે દ્વિરંગી કે ત્રિરંગી ઢોકળા વગેરે.. આજે મે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. જેમાં મે બે સફેદ ઢોકળા ની વચ્ચે કોથમીર મરચાની થોડી થીક ગ્રીન ચટણી પાથરી, ગ્રીન લેયર બનાવ્યું છે.આ ઢોકળા તીખી-મીઠી ચટણી સાથે ખુબ સરસ લાગે છે. Jigna Vaghela -
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટઢોકળા બધા ને ભાવે એવી વાનગી છે. એ વનપોટમીલ તરીકે પણ ખવાય છે. તેને બ્રેકફાસ્ટ અને ડીનર બંને માં લઈ શકાય છે. તેને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એમાં ચટણી નું લેયર કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Harita Mendha -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે. મારા બાળકોને ખૂબ ભાવે છે.દરવખતે હું એક રીતે જ બનાવું છું. પણ આ વખતે મેં અહીં આપણા મેમ્બર હરીતાબેનની રેસિપી ફોલો કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Urmi Desai -
તિરંગા ઈડલી કેક સેન્ડવીચ (Tiranga Idli Cake Sandwich Recipe In Gujarati)
#TR#SJR#IndependenceDay2022#cookoadgujarati#cookpadindia ત્રિરંગા ઈડલી કેક સેન્ડવીચ એ એક સ્વાદિષ્ટ સ્પોન્જ કેક અથવા ઈડલી છે, જે પ્રસંગોએ અથવા કોઈપણ સમયે, મુખ્યત્વે ભારતમાં સ્વતંત્રતા દિવસ અથવા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતી વખતે તૈયાર કરવામાં આવે છે. વિગતવાર રેસિપી ની પ્રક્રિયાને અનુસરીને બાળકો આ સોફ્ટ તિરંગા ઈડલી કેક સેન્ડવીચ નો આનંદ માણશે. 🇮🇳 Happy Independence Day 🇮🇳 Daxa Parmar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
#GA4#Week20રાગી કે નાચલી(finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય.ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે.હું કાયમથી ઘરમાં રાગીનો ઉપયોગ કરતી આવી છું. તમે હાંડવો, ઢોકળાં, ઇડલી, ઢોંસા, ખીચડી...વગેરે જેવી વાનગીઓમાં ચોખાનો ભાગ અડધો કે એનાથી ઓછો કરી તેટલા ભાગની રાગી ઉમેરી લો. બન્યા પછી સ્વાદમાં કોઇ જ ફરક નહીં પડે. બધું તેટલું જ સ્વાદિષ્ટ બનશે. ઉપરથી રાગીના ફોતરાના ફાઇબર્સ થી બધી જ વાનગી વધારે સોફ્ટ બનશે અને પચવામાં પણ બહુ જ આસાન.એ જ રીતે ઘઉંનો લોટ દળાવતી વખતે ઘઉં સાથે સોયાબીન, જુવાર અને રાગી ઉમેરી લો. રોટલી, ભાખરી વધારે સોફ્ટ થશે અને સ્વાદમાં વધારે કાંઇ ફરક નહીં પડે.આજે મેં અહીં આખા રાગીના દાણાને ચોખા, અડદની દાળ સાથે પલાળી ઘરે જ ખીરું બનાવી તેના સેન્ડવીચ ઢોકળા અને રાગી ઇડલી બનાવી છે...સાથે એક લેયર માટે રેગ્યુલર સફેદ ખીરું બનાવ્યું છે.ઢોકળા ને ઇડલી બહુ જ સોફ્ટ ને મસ્ત બન્યા છે. ફેમીલીમાં બધાને ખૂબ જ ભાવ્યું. રેસીપી અહીં મૂકી રહી છું. Palak Sheth -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
રોટી ઢોકળા (Roti Dhokla Recipe In Gujarati)
#ઇબુક૧#૩૭નરમ અને સ્પોનજી ઢોકળા એ પોતાની ચાહના ગુજરાત બહાર પણ એટલી ફેલાવી છે. ઢોકળા જાત જાત ના લોટ અને રીત થી બને છે. ઢોકળા નું ખીરું માં થોડો આથો આવેલો હોઈ તો ઢોકળા જાળી દાળ અને નરમ થાય છે. પણ આજ ના ઇન્સ્ટન્ટ ફૂડ અને ફાસ્ટ લાઈફ ના જમાના માં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવાની ની ઘણી રીત આવી ગયી છે. આજે મેં વધેલી રોટલી માંથી ઢોકળા બનાવ્યા છે. જે બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#FoodPuzzleWeek19word_Methi ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે. Jagruti Jhobalia -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week-2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઅત્યારે દિવાળીની સફાઈ, મિઠાઈ-ફરસાણ બનાવવાના અને શોપીંગ એટલે ઝડપથી બની જાય એવા લાઈટ સોજીનાં ઢોકળા બનાવ્યા.. એમા પણ ત્રણ વેરાયટી કરી. Dr. Pushpa Dixit -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ મા હોય તેવા સેન્ડવીચ ઢોકળા...😋 #trend3 Rasmita Finaviya -
સેન્ડવીચ ઢોકળા
લોકડાઉન સમયે ઘરમાં બધા ને જ કંઈ નવું ખાવું હોય છે તો ઘરમાં જ રેસ્ટોરન્ટ જેવા સેન્ડવીચ ઢોકળા બનાવો.#લોકડાઉન Bhavita Mukeshbhai Solanki -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla recipe in Gujarati)
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ઢોકળા સ્ટીમ થયેલા હોય એટલે તેલ પણ ઓછું જાય અને ટેસ્ટ માં તો સરસ હોય જ!! સેન્ડવીચ ઢોકળાં મારા શૌથી વધારે ફેવરેટ છે; આ અને ટેસ્ટી નાસ્તો બની પણ જલદી જાય છે. 😊આજે મેં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં બનાવ્યાં છે.આ ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... અને એકદમ સરસ રુ જેવા પોચા... 😀 આ માં બીજી એક સારી વસ્તુ એ કે ચટણી અંદરજ હોય એટલે બીજા કશા ની જોડે જરુર જ નહીં...ઘરમાં તો બધા ને બહુ જ ભાવ્યાં...😋😋તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?તમે પણ જરુર થી બનાવજો; અને કેજો કે કેવાં લાગ્યાં!!😋😋😍😊🤤#સ્ટીમ#વિકમીલ૩#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati હવે શ્રાવણ મહિના ની શુરુઆત થઈ ગઈ છે ત્યારે પૂરા એક મહિના સુધી ઉપવાસ કરનાર લોકો ફરાળી ખાવાનું જ ખાશે. એટલે કેટલાક દિવસો પસાર થશે પછી તેઓ રોજનું એકનું એક ફરાળી ખાવાનું ખાઈને કંટાળી જશે. તો આની માટે જો આપણે ફરાળી વાનગીઓ અલગ અલગ રીતે બનાવીએ તો ખાવાનું મન પણ થશે. વ્રત કે ઉપવાસ માટે બ્રેડ ની પણ સેન્ડવીચ ભૂલી જાવ એવી નવી રીતે બ્રેડ વગર ની ફરાળી સેન્ડવીચ બનાવતા શીખીશું. Daxa Parmar -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
ઢોકળા એટલે ગુજરાતીઓનું સૌથી સ્પેશિયલ નાસ્તો, ઘણા લોકો સવારે નાસ્તામાં બનાવે ઘણા લોકો બપોરે ફરસાણમાં બનાવે અને ઘણા લોકો રાત્રે જમવામાં પણ બનાવે છે, તો ચાલો ઢોકળા ની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
ઇન્સ્ટટ ચટણી ઢોકળા (Instant Dhokla Chutney Recipe In Gujarati)
#સાઇડજ્યારે કોઈ ઓચિંતુ આવે ને ફરસાણ બનાવવું હોય અથવા ઘરમાં જ કાંઇ ઇન્સ્ટંટ ખાવાનું મન થાય તો આ બેસ્ટ ઓપ્શન છે... આ ત્રિરંગા ઢોકળા જેવું દેખાય છે પણ આ ચટણી વાળા ઢોકળા છે આમાં કોઈ કલર નો ઉપયોગ કરેલ નથી અને ઘરમાં રહેલી સામગ્રી માં બનાવી શકાય છે.... Hiral Pandya Shukla
More Recipes
ટિપ્પણીઓ (18)