હલ્ક સેન્ડવીચ (Hulk sandwich recipe in gujarati)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

આ મુંબઈ ની ફેમસ Hulk sandwich ની રેસિપિ છે. જે ટેસ્ટ માં ખુબજ ફાઇન લાગે છે. થોડી મહેનત છે પણ સ્વાદ આટલો જ સરસ છે. આશા રાખું કે તમે ચોક્કસ આ રેસિપિ ટ્રાય કરશો.
#માઇઇબુક #મ
#myebookpost10 #માયઈબૂકpost10
#weekend

હલ્ક સેન્ડવીચ (Hulk sandwich recipe in gujarati)

આ મુંબઈ ની ફેમસ Hulk sandwich ની રેસિપિ છે. જે ટેસ્ટ માં ખુબજ ફાઇન લાગે છે. થોડી મહેનત છે પણ સ્વાદ આટલો જ સરસ છે. આશા રાખું કે તમે ચોક્કસ આ રેસિપિ ટ્રાય કરશો.
#માઇઇબુક #મ
#myebookpost10 #માયઈબૂકpost10
#weekend

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 1 કપપનીર
  2. 1ટામેટું
  3. 1ડુંગળી
  4. 5-6કાજુ
  5. 2 ચમચીઆદુ લસણ પેસ્ટ
  6. 2 ચમચીઓઇલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ટી સ્પૂનમરચું
  9. 1/2 ટી સ્પૂનહળદર
  10. 1/2 ટી સ્પૂનધાણા જીરું
  11. 1/2 ચમચીખાંડ
  12. 1/2 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  13. 1 ટીસ્પૂનસૂકી મેથી પાઉડર
  14. 1/2 કપક્રીમ
  15. 1 ચમચીક્રીમ ચીઝ સ્પ્રેડ
  16. 1 કપમેયોનિઝ
  17. 3 ચમચીકોર્ન
  18. 1લીલું કેપ્સિકમ ઝીણું સમારેલું
  19. 1/2લાલ કેપ્સિકમ ઝીણું સમારેલું
  20. 2 ચમચીકોથમીર
  21. 1/2ડુંગળી મીડિયમ સમારેલી
  22. 1/2ડુંગળી ઝીણી સમારેલી
  23. 1-1 ચમચીએલેપિનો અને બ્લેક ઓલિવ
  24. 1 ચમચીસોય સોસ
  25. 1.5 ચમચીચિલી સોસ
  26. 1લીલું મરચું ઝીણું સમારેલું
  27. 1 ચમચીલીલી ડુંગળી
  28. ચપટીમરી પાઉડર
  29. 1 ચમચીકોર્નફ્લોર
  30. 1/2 કપપાણી
  31. બ્રેડ સ્લાઇસ 20 નંગ
  32. ચીઝ સ્લાઇસ 16 નંગ
  33. 2ટોમેટો ગોળ કાપેલા
  34. 1/2 કપમોઝરેલા ચીઝ
  35. 1 ટેબલ સ્પૂનચિલી ફ્લેકશ
  36. 1 ટેબલ સ્પૂનઓરેગાનો
  37. 3 ચમચીપીઝા સોસ
  38. 1 ચમચીકેચ અપ
  39. 1 કપબટર
  40. ચાટ મસાલો જરૂર મુજબ
  41. લીલી ચટણી માટે
  42. 1 કપકોથમીર
  43. 1/2ડુંગળી
  44. નાનો ટુકડો આદુ
  45. મીઠું સ્વાદ મુજબ
  46. 2લીલા મરચાં
  47. 1 ચમચીફુદીનો
  48. 1/2 ટી સ્પૂનજીરું પાઉડર
  49. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ મખની ગ્રેવી બનાવીશું. તેના માટે મિક્સર જાર માં ડુંગળી, ટામેટું, કાજુ અને 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ બનાવી લો. હવે 1 પેન ગરમ મૂકી તેમાં તેલ ગરમ કરો અને આ પેસ્ટ સાંતળો અને સરખું કુક થવા દો. તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ખાંડ, કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી ઉમેરો અને કૂક કરો. ગ્રેવી સરખી કુક થઈ જાય એટલે તેમાં 1 ચમચી ક્રીમ નાખો અને ઉતરી લો અને ઠંડુ થવા સાઇડ માં રાખી દો.

  2. 2

    હવે ચિલી પનીર ગ્રેવી બનાવીશું. તેના માટે બીજા 1 પેન માં તેલ ગરમ કરો. તેમાં 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ અને લીલું મરચું ઝીણું સમારેલું નાખો. મીડિયમ સમારેલી ડુંગળી એડ કરો ન સાંતળો. મીડિયમ સમારેલું લાલ અને લીલું કેપ્સિકમ સાંતળો. હવે તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરો અને હલાવી લો. હવે ચિલી સોસ અને સોય સોસ ઉમેરો અને કોર્ન ફ્લોર પાણી મા ઓગાળીને નાખો. હવે તેમાં 1/3 કપ પનીર ના ટુકડા ઉમેરો અને લીલી ડુંગળી નાખી ગેસ બંધ કરી ઠંડુ કરવા સાઇડ માં મૂકી દો.

  3. 3

    હવે પીઝા નું ફીલીંગ બનાવીશું. તેના માટે 1 મોટો વાટકો લઈ તેમાં 1/3 કપ પનીર, કેપ્સિકમ, ડુંગળી, કોર્ન, મીઠું, મરી પાઉડર, એલેપિનો, ઓલિવ, ચિલી ફ્લેકશ, ઓરેગાનો, પીઝા સોસ, કેચ અપ નાખી મિક્સ કરી લો. હવે સ્ટેપ - 1 માં જે ગ્રેવી બનાવી હતી તેમાં 1/3 કપ પનીર ના ટુકડા, 1 ચમચી મેયોનિઝ અને 1 ચમચી ક્રીમ ચીઝ અને કોથમીર નાખીને મિક્સ કરી લો.

  4. 4

    ચટણી ની બધી સામગ્રી ભેગી કરીને મિક્સર માં પીસી લો અને ચટણી તૈયાર કરી લો. 3 બ્રેડ ને બેઉ બાજુએ બટર લગાવીને પ્રી હીટ ઓવન માં શેકવા મૂકો. હવે 1 બ્રેડ સ્લાઇસ લઈ તેના પર બટર અને લીલી ચટણી લગાવી તેના પર 2 સ્લાઇસ ટોમેટો મૂકો અને 1 ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ મૂકો અને ઉપર ચીઝ સ્લાઇસ મૂકો અને ચાટ મસાલો છાંટો.

  5. 5

    એના ઉપર ટોસ્ટ કરેલી બ્રેડ સ્લાઇસ મૂકો અને તેના પર બટર અને લીલી ચટણી લગાવી મખની ગ્રેવી પાથરો. ચીઝ સ્લાઇસ મૂકો અને ચાટ મસાલો છાંટો. હવે તેના પર બીજી 1 ટોસ્ટ કરેલી બ્રેડ સ્લાઇસ મૂકો અને તેના પર પનીર ચિલી નું મિશ્રણ મૂકો અને ચીઝ સ્લાઇસ મૂકો અને ચાટ મસાલો છાંટો. હવે તેના પર ત્રીજી toast કરેલી બ્રેડ સ્લાઇસ મૂકો અને પીઝા નું મિશ્રણ મૂકો અને ચીઝ સ્લાઇસ મૂકો અને ચાટ મસાલો છાંટો.

  6. 6

    હવે તેના પર 1 bread સ્લાઇસ મૂકો અને તેના પર 1 ચમચી માયોનીઝ અને 1 ચમચી ક્રીમ સ્પ્રેડ કરો. અને હવે તેના પર મોઝરેલા ચીઝ પાથરો. અને ઉપર ઓરેગાનો અને ચિલી ફ્લેકશ છાંટો અને 5 મિનિટ કે ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરો અને બહાર કાઢી કટ કરી ઉપર ચીઝ છીણી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર

ટિપ્પણીઓ

Similar Recipes