ભરેલાં કાંદા નું શાક(bhrela kanda nu saak in Gujarati)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#સુફરશેફ1
#શાકએન્ડકરીસ
અત્યારે વરસાદ ની સીઝન માં ઘણીવાર ઘરે શાક ન હોય અને ખૂબ વરસાદ માં બહાર જવાનો કંટાળો આવતો હોય છે. લગભગ ઘરે કાંદા બટેટા તો હોય જ તો આ રીતે ઝટપટ ભરેલા કાંદા નું શાક બનાવી શકાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20-25 મીનીટ
4 લોકો
  1. 10-12નાના કાંદા
  2. 2ટે.ચમચી ચણાનો લોટ
  3. 2ટે.ચમચી શેકેલા શીંગદાણા નો ભૂકો
  4. 2 ટે સ્પૂનધાણાજીરૂ
  5. 1ટે.ચમચી લાલ મરચું
  6. 1/4 ટી.સ્પૂનહળદર
  7. 1 ટી.સ્પૂનઆદુ મરચાં લસણની પેસ્ટ
  8. 1/4 ટી.સ્પૂનસાકર
  9. 1/4 ટી સ્પૂનઆમચૂર
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. 3ટે.ચમચી તેલ
  12. પાણી જરૂર મુજબ
  13. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

20-25 મીનીટ
  1. 1

    કાંદા ને છોલી ને ઉપરથી કટ મારવા.

  2. 2

    ચણા નો લોટ થોડો શેકી લેવો.
    ચણા ના લોટમાં બધા મસાલા અને 1 ટી.ચમચી તેલ નાખી મિક્સ કરી લેવું.

  3. 3

    કાંદા માં મસાલો ભરવો. સાચવીને મસાલો ભરવો. કાંદા તૂટે નહિ એ રીતે થોડોક જ મસાલો ભરાશે.

  4. 4

    એક કડાઈ માં 1ટે.ચમચી તેલ ગરમ કરી ભરેલાં કાંદા સાંતળવા.

  5. 5

    કાંદા ને હલકે હાથે ફેરવતા રહેવું.
    કાંદા થોડા ટ્રાન્સપરન્ટ થાય એટલે કાઢી લેવા.

  6. 6

    હવે એ જ કડાઈ માં તેલ ઉમેરી વધેલો મસાલો સાંતળવો.
    મસાલો સંતળાઈ જાય એટલે 1/2 ગ્લાસ પાણી ઉમેરી ઉકાળવું.

  7. 7

    એક ઉકાળો આવે એટલે સાંતળેલા કાંદા ઉમેરી ઢાંકીને 5મિનિટ ચડવા દેવું.
    ફરી એક વાર હલકે હાથે હલાવી જરૂર લાગે તો પાણી ઉમેરી બીજી 5-7 મિનિટ ચડવા દેવું. શાક તૈયાર થાય એટલે ઉપરથી કોથમીર છાંટવી.

  8. 8

    તૈયાર છે આપણું ભરેલાં કાંદા નું શાક.. રોટલી અથવા ભાખરી સાથે અને ખીચડી સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર

Similar Recipes