મરચાં પાઉં(marcha pav recipe in Gujarati)

Sheetal Harsora
Sheetal Harsora @cook_20141615

મિત્રો, આ મરચાં પાઉં કરછ નાં ભૂજ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી આમ મુંબઈ નાં ફેમસ વડાપાઉં ની જેમ જ બને છે પરંતુ અહી મરચાં નાં ભજીયા નાં અલગ જ પ્રકાર નાં મસાલા ને કારણે આ મરચાં પાઉં ખૂબ જ ટેસ્ટી બને છે. આ વાનગી જરૂર થી ટ્રાય કરજો અને મને કોમેન્ટ માં જરૂર થી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. આ રેસીપી નો વિડીઓ મારી યૂ-ટ્યૂબ ચેનલ "The Kitchen Series" પર અપલોડ કરેલ છે. ચોક્કસ જોશો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. મુખ્ય ઇન્ગ્રેડીએન્ટસ
  2. ૫-૬ મોટીસાઈઝ નાં લીલાં મરચાં
  3. મરચાં નાં ભજીયા તળવા માટે જોઈતા પ્રમાણ માં તેલ
  4. ૫-૬ લાદી પાઉં
  5. ખજુર - આંબલી ની ભીની ચટણી
  6. વડાપાઉં ની સૂકી ચટણી
  7. ભજીયા નો સ્ટફિંગ મસાલા માટે નાં ઇન્ગ્રેડીએન્ટસ
  8. ૧ ચમચીસૂકા ધાણા
  9. ૧ ચમચીવરીયાળી
  10. ૧ ચમચીઅજમો
  11. ૧૦૦ ગ્રામ પાપડી ગાંઠીયા
  12. 3 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1/2ચમચી ગરમ મસાલા પાઉડર
  14. ૧ ચમચીખાંડ
  15. સ્વાદ અનુસારમીઠું
  16. 1/2 લીંબુ
  17. સમારેલી કોથમીર
  18. ૪ ચમચીતેલ
  19. સમારેલ મીઠાં લીમડા નાં પાન
  20. આદુ - લીલાં મરચાં - લસણ કડી ની થોડી પેસ્ટ
  21. 1/2ચમચી હિંગ
  22. ભજીયા નાં બેટર માટે નાં ઇન્ગ્રેડીએન્ટસ
  23. ૧૦૦ ગ્રામ બેસન નો ચાળેલો લોટ
  24. 1/2ચમચી હિંગ
  25. સ્વાદ અનુસારમીઠું
  26. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મસાલો શેકવા ની પ્રક્રિયા: સૌ પ્રથમ એક પેન ને લો ફ્લેમ પર ગરમ કરી તેમાં સુકા ધાણા, વરીયાળી અને અજમો ઉમેરી ૧-૨ મિનીટ માટે શેકી લેવાના છે. મસાલા શેકાય ત્યારે સુકા ધાણા નો સહેજ કલર ચેન્જ થઇ જાય. બસ, આમ થાય એટલે તરત મસાલા ઉતારી લેવા અને થોડી વાર ઠંડા થવા માટે મૂકી રાખવા. મસાલા ઠંડા થઇ જાય એટલે તેને મિક્સર માં ઉમેરી અધકચરા ગ્રાઈન્ડ કરી લેવાં. આ ગ્રાઈન્ડ કરેલ મસાલો આપણે ભજીયા નાં સ્ટફિંગ બનાવવામાં વાપરશું.

  2. 2

    ભજીયા નો સ્ટફિંગ મસાલો બનાવવાની પ્રક્રિયા: એક પેન માં ૪ ચમચી તેલ ગરમ કરવું. તેલ આવી જાય એટલે તેમાં સમારેલ મીઠો લીમડો અને હિંગ ઉમેરી હલાવવું. હવે તેમાં આદુ મરચાં અને લસણ ની તૈયાર પેસ્ટ ઉમેરી ગોલ્ડન બ્રોઉંન કલર થાય ત્યાં સુધી શેકવી. તેમાં પાપડી ગાઠીયા નો ભુક્કો, 3 ચમચી લાલ મરચું પાઉડર, 1/2ચમચી ગરમ મસાલા પાઉડર, દોઢ ચમચી ગ્રાઈન્ડ કરેલ શેકેલ ધાણા, વરીયાળી અને અજમા નો મસાલો, એક ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને સમારેલ કોથમીર ઉમેરી, અડધા લીંબુ નો રસ ઉમેરવો. હવે બધું શેકાય જાય ત્યાં સુધી મિક્સ કરવું.

  3. 3

    મરચાં માં સ્ટફિંગ કરવા ની પ્રક્રિયા: હવે મરચાં ધોઈ સાફ કરી તેમાં ઉભા કાપા કરી લઇ મરચાં નાં બી અને શીરા ઓ કાઢી લઈશું. ત્યાર બાદ તેમાં આપણે તૈયાર કરેલ સ્ટફિંગ મસાલો ટાઈટભરી દઈશું.

  4. 4

    ભજીયા નું બેટર બનાવવાની પ્રક્રિયા: એક બાઉલ માં ૧૦૦ ગ્રામ ચાળેલો બેસન લોટ, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી જેટલો બેકિંગ સોડા અને એક ચમચી તેલ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ બેટર સ્મૂધ થઇ જાય ત્યાં સુધી હલાવતા રહેવું. છેલ્લે 1/2 લીંબુ નીચોવી લેવું, આનાથી બેટર ઉજળું બની જાય છે અને ભજીયા બ્રાઈટ બને છે. ફરી બરાબર મિક્સ કરી લેવું. ભજીયા નું બેટર તૈયાર છે.

  5. 5

    મરચાં નાં ભજીયા તળવા ની પ્રક્રિયા: હવે સ્ટફિંગ કરેલ મરચાં ને તૈયાર બેટર માં આખા ઝબોળી દેવાના છે અને ધીમા તાપે ગરમ કરી લીધેલ તેલ માં તળવા નાં છે. મરચાં ભજીયા તળતી વખતે તેની સાઈડ ઉથલાવવી જેથી બધી બાજુ થી સરસ તળાઈ જાય. આ રીતે બધા જ ભજીયા તળી લઈશું.

  6. 6

    લાદી પાઉં ને મસાલા માં શેકવા ની પ્રક્રિયા: એક પેન માં બે ચમચી તેલ ગરમ કરી તેમાં થોડો ચાટ મસાલો, લાલ મરચાં નો પાઉડર અને સમારેલ કોથમીર ઉમેરી થોડું હલાવી લઇ તેમાં પાઉં ની બન્ને બહાર ની સાઈડ શેકી લઈશું. આ રીતે બધા જ પાઉં શેકી લઇ હવે અપને મરચાં પાઉં બનાવીશું. આ સ્ટેપ ઓપ્શનલ છે. પાઉં નો ઉપયોગ એમ ને એમ પણ કરી શકાય છે.

  7. 7

    મરચાં પાઉં બનાવવાની પ્રક્રિયા: હવે મરચાં નાં ભજીયા તૈયાર છે તો મોટી સાઈઝ નાં લાદી પાઉં માં ઉભા કાપા પાડી લઇ તેમાં ખજુર-આંબલીની ભીની અને વડાપાઉં ની સૂકી ચટણી પાઉં ની અંદર કાપા માં બન્ને સાઈડ લગાવી લઇ સહેજ પ્રેસ કરશું જેથી પાઉં માં ચટણી પ્રસરી જાય. હવે દરેક પાઉં માં કાપા માં મરચાં નાં ભજીયા ને મૂકી દઈશું, જેમ પાઉં માં વડું મુકીએ તેમ જ. બસ, તો મરચાં પાઉં તૈયાર છે. આ મરચાં પાઉં ખજુર-આંબલીની ભીની અને વડાપાઉં ની સૂકી ચટણી સાથે જ પીરસી શકાય છે.

  8. 8

    મરચાં પાઉં નાં કેટલાક ફોટોગ્રાફસ

  9. 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Sheetal Harsora
Sheetal Harsora @cook_20141615
પર

Similar Recipes