ભરેલા રીંગણ બટાકા નું શાક(bhrela rigan bataka nu saak recipe in Gujarati)

Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355

#સુપર શેફ ૧
#શાક એન્ડ કરીસ

ભરેલા રીંગણ બટાકા નું શાક(bhrela rigan bataka nu saak recipe in Gujarati)

#સુપર શેફ ૧
#શાક એન્ડ કરીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ - નાના બટાકા
  2. ૨૦૦ ગ્રામ - નાના રીંગણ
  3. ૩ નંગ- ટામેટા ક્રશ કરેલાં
  4. ૩ ચમચી- શેકેલો ચણા નો લોટ
  5. ૨ ચમચી- લાલ મરચું
  6. ૧ ચમચી- હળદર
  7. ૨ ચમચી- ઘાણાજીરૂ
  8. ૧ ચમચી- ગરમ મસાલો
  9. ૨ ચમચી- આદું, મરચાં, લસણની પેસ્ટ
  10. ૩ ચમચી- ગોળ
  11. ૪ ચમચી- લીલા ઘાણા કટ કરેલા
  12. ૪ ચમચી- તેલ
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બટાકા ને ઘોઈ ને છોડા કાઢી લેવા. રીંગણ ને ઘોઈ તેના ડીંચા થોડા કાપી લેવા.

  2. 2

    હવે બટાકા અને રીંગણ માં મસાલો ભરાય એ રીતે તેમાં ૪ ચીરા કરવા. બઘો સૂકો મસાલો અને જરૂર મુજબ મીઠું ક્રશ ટામેટા માં મીક્ષ કરી બરાબર હલાવી લેવું.

  3. 3

    હવે આ મસાલા ને બટાકા - રીંગણ માં ભરી લેવો. પછી આ ભરેલા બટાકા રીંગણ ને જરૂર મુજબ પાણી ઉમેરી કૂકર માં ૨ સીટી એ બાફી લેવા.

  4. 4

    હવે તેને એક કઢાઈ માં કાઢી વઘેલો ટામેટાં ના ક્રશ વાળો મસાલો ઉમેરી બરાબર ગરમ કરી લેવું. હવે તેમાં ઉપર થી ઘાણા ઉમેરી રોટલી અથવા ખીચડી સાથે પીરસવું. આ શાક રોટલા સાથે પણ એટલું જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355
પર

Similar Recipes