ભરેલા રીંગણા બટેટા નું શાક(stuff rigan bataka saak recipe in Gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543
શેર કરો

ઘટકો

25થી 30 મિનિટ
3 વ્યક્તિ
  1. 4 નંગરીંગણા
  2. 5 નંગબટાકા
  3. 2 નંગલીલા મરચા
  4. 1 નંગટામેટું
  5. 1/4હળદર
  6. 1/4હિંગ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. ૨ ચમચીચણાનો લોટ
  10. 5 ચમચીધાણાજીરૂ
  11. 1 ટેબલસ્પૂનતેલ
  12. ૧ નંગલીંબુ
  13. ૨ ચમચીખાંડ
  14. શાક નો વઘાર કરવા માટે 3 ટેબલ ચમચી તેલ
  15. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજીને ધોઈને કાપા પાડી લો.

  2. 2

    એક બાઉલમાં ચણાનો લોટ લઈને તેમાં ધાણાજીરૂ, મરચું પાઉડર,ખાંડ, તેલ, હળદર, મીઠું,લીંબુ ઉમેરીને બરાબર મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ કાપા કરેલા શાક માં તૈયાર કરેલો મસાલો ભરી લો. કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હિંગ ઉમેરીને સૌ પ્રથમ બધા જ બટાકા ઉમેરીને અડધો ગ્લાસ પાણી એડ કરી બે મિનિટ માટે કુકર બંધ કરીને થવા દો. ત્યારબાદ તેમાં રીંગણા ઉમેરીને ફરીથી કુકર બંધ કરી બે મિનિટ માટે થવા.

  4. 4

    ત્યારબાદ રીંગણા બટેટા માં ભરેલા મરચા ઉમેરી બાકીનો વધેલો મસાલો અને ટામેટા એડ કરી ફરીથી બે મિનિટ માટે કુકર બંધ કરીને થવા દો. આ પ્રોસિજર થી ભરેલુ શાક બનાવશો તો રીંગણા બટેટા પણ સરસ ચડી જશે અને મરચા કે રીંગણા જરા પણ ગળી નહી જાય. પરફેક્ટ ભરેલું શાક તૈયાર થશે. તો તૈયાર છે ભરેલા રીંગણા બટેટા મરચા નુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

ટિપ્પણીઓ

Similar Recipes