ભરેલા મરચાં બટેટા રીંગણા નુ શાક(Bharela marcha,bataka,ringan nu shak recipe in Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 4-5છોલેલા બટેટા
  2. 3-4રીંગણા
  3. 4-5મરચા
  4. 1 વાટકો ચણાનો લોટ
  5. 1 1/2 ટી સ્પૂનમરચું
  6. 2 ટીસ્પૂનધાણાજીરું
  7. 1/2 ટી સ્પૂનહળદર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 2 ટી.સ્પૂનલીંબુ નો રસ
  10. 1/2 ટી સ્પૂનખાંડ
  11. 1/2 ટી સ્પૂનહિંગ
  12. 1 વાટકીતેલ
  13. કોથમીર ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને છોલી તેમાં, રીંગણા અને મરચામા કાપા પાડી લેવા.

  2. 2

    ત્યારબાદ ચણાનાં લોટમાં બધા મસાલા, ખાંડ, લીંબુ, કોથમીર અને બે ચમચી જેટલું તેલ મિક્સ કરવું

  3. 3

    મસાલા સાથે મિક્સ કરેલો આ લોટ બટેટા રીંગણા અને મરચાં ભરી લેવો

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી, એમાં સૌપ્રથમ બટેટા મુકવા, એ થોડા ચડવા આવે એટલે રીંગણા મૂકવા રીંગણા ચડવા આવે એટલે મરચા મુકવા. આ રીતે શાકને પૂરેપૂરું પાકવા દેવું. વચ્ચે જરા જરા પાણી ઉમેરતા જવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

ટિપ્પણીઓ

Similar Recipes