દુધી નો ઓળો(dudhi no olo recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 વ્યક્તિ
  1. કીલો દુધી
  2. ૧/૨ ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  3. ઝીણું સમારેલું કેપ્સીકમ
  4. ૩ નંગટામેટા
  5. ચમચો તેલ
  6. ૧ ચમચીમલાઈ
  7. ૧/૪ ચમચીહિંગ
  8. ૧/૨ ચમચીહળદર પાઉડર
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીગરમ મસાલો
  11. ચટણી કસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    દૂધી ને છાલ ઉતારીને તેને ઝીણી સમારી એક તપેલીમાં ભરી કૂકરમાં વરાળથી બાફી લો અને પછી મિક્સી ફેરવી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ નો વઘાર મૂકી તેમાં જીરું,હિંગ ઉમેરો. હવે કેપ્સિકમ, લીલાં મરચાં ની પેસ્ટ ઉમેરીને ૨-૩ મિનિટ સાંતળો પછી તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો અને ૨/૩ મિનિટ સુધી સાંતળો પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો ઉમેરી ને બરાબર મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે તેમાં દૂધી નો તૈયાર કરેલ પલ્પ, મીઠું સ્વાદાનુસાર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. છેલ્લે કસૂરી મેથી અને મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી લો ૨/૩ મિનિટ સુધી સીઝવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes