દૂધી નો ઓળો (Dudhi Olo Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 min
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામદૂધી
  2. 2 નંગટામેટા
  3. 2 નંગડુંગળી
  4. 10-12 કળી લસણ
  5. 2લીલા મરચા
  6. 1/2 ઇંચઆદુના ટુકડા
  7. 2ટે. ચમચી સૂકા મરચા
  8. 3-4લીલી ડુંગળી
  9. 2 ચમચીમરચું પાઉડર
  10. 1ટે. ચમચી હળદર
  11. 1ટે. ચમચી ધાણા જીરું
  12. 1 ચમચીપાવભાજી નો મસાલો
  13. ચપટીહિંગ
  14. 2-3 ટે. ચમચી દહીં - મલાઈ નું મીક્ષણ
  15. 2 ચમચીકોથમીર
  16. 1 ટી. ચમચી જીરું
  17. 3 ટે. ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

40 min
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને બાફી દો. ડુંગળી, ટામેટા, લસણ, મરચા ને આદુ ચોપર માં ચોપ કરી લો.

  2. 2

    દૂધી ઠંડી પડે એટલે તેને ક્રશ કરો પછી એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું, હિંગ મૂકી લસણ ડુંગળી ને સૂકા મરચા સાંતળો પછી તેમાં ચોપ કરેલા ટામેટા ને સાંતળો સંતળાઈ જાય એટલે ક્રશ કરેલ દૂધી ઉમેરો અને મરચું, હળદર, ધાણા જીરું અને પાવભાજી નો મસાલો ઉમેરો તેલ છુટુ પડવા લાગશે.

  3. 3

    એક વાટકી માં દહીં અને મલાઈ મીક્ષ કરી દૂધી ના ઓળો માં ઉમેરી અને બે મીનીટ ઢાંકી ને રહેવાદો.

  4. 4

    દૂધી ના ઓળો ને ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

ટિપ્પણીઓ

Similar Recipes