મલાઈ કોફતા(malai kofta recipe in Gujarati)

Ishani Shah
Ishani Shah @cook_24116848

કોફતા તળેલા નહી પણ અપ્પા પેન માં બનાવ્યા છે.. સો તે હેલ્ધી છે
#સુપરશેફ૧
#week1

મલાઈ કોફતા(malai kofta recipe in Gujarati)

કોફતા તળેલા નહી પણ અપ્પા પેન માં બનાવ્યા છે.. સો તે હેલ્ધી છે
#સુપરશેફ૧
#week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ -૪૦ mins
  1. ૪ મોટા કાંદા
  2. ૨ લીલા મરચા
  3. ૮ તી ૧૦ કળી લસણ
  4. ૧૫ -૨૦ કાજુ
  5. મીઠું
  6. ૧ ઇંચ આદું
  7. કોફતા માટે
  8. ૧૦૦ ગ્રામ પનીર
  9. ૧ મોટો બફેલો બટકો
  10. ૧ લીલું મરચું
  11. સૂકી દ્રાક્ષ અને કાજુ
  12. મીઠું
  13. ગરમ મસાલો, ૨ ચમચી કોર્ન ફ્લોર
  14. ૨ ચમચી ઘર ની મલાઈ
  15. ૧/૨ ચમચી કસૂરી મેથી
  16. ગાર્નિશ માટે
  17. ઘી માં રોસ્ટ કરેલા દ્રાક્ષ અને કાજુ
  18. ફ્રેશ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ -૪૦ mins
  1. 1

    એક પેન માં એક ચમચી જેટલું ઘી નાખી તેમાં કાંદા, કાજુ,આદું,લસણ અને મરચા નાખી મીઠું એડ કરી ફ્રાય કરો..ફ્રાય થઇ જાય એટલે ઠંડુ થવા દો..

  2. 2

    કોફતા માટે એક બાઉલ માં ચીનેલું પનીર અને બટકું નાખો.તેમાં લીલું મરચું, મીઠું, કોર્ન ફ્લોર ગરમ મસાલો નાખો.તેને બરાબર મિક્સ કરી લો.હવે એક ચમચી જેટલું લઈ તેને હાથ વડે ફલેટ બનાવો અને વચ્ચે કાજુ દ્રાક્ષ મૂકી ને કોફતા ફાટે નહી તેમ બનાવો.કોફતા બની ગયા પછી એણે સેટ કરવા ૫-૧૦ મિનિટ ફ્રીઝર માં સેટ થવા મુકિદો.

  3. 3

    હવે મિકસર માં કાંદા ના મિક્સર ને પીસી લો..હવે એક પેન માં ઘી નાખી આ વ્હાઇટ ગ્રેવી એડ કરો. ઘી છૂટું પડે ત્યાં સુધી રાખો પછી તેમાં ગરમ મસાલો and કસૂરી મેથી નાખી ગ્રેવી ઢાંકી દો..

  4. 4

    બીજી બાજુ અપ્પા પેન માં થોડું તેલ નાખી કોફતા ને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરો..

  5. 5

    જમતી વખતે તેમાં કોફતા એડ કરો એન્ડ ૨ -૩ મીનીટ માટે ગરમ કરો... ગાર્નિશ માટે ઘર ની ફ્રેશ મલાઈ, રોસ્તેડ કાજુ દ્રાક્ષ એન્ડ કોથમીર નાખી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishani Shah
Ishani Shah @cook_24116848
પર
cooking is my passion nd mostly i love to cook traditional dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes