યલો ગ્રેવી મલાઈ કોફતા

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#ઇબુક૧
#૩૩
#યલો ગ્રેવી મલાઈ કોફતા વ્હાઇટ ગ્રેવી મલાઈ કોફતા બધા જ બનાવે છે આપણે આજે યલો ગ્રેવી મલાઈ કોફતા બનાવવા માટે ની રીત લાવી છું

યલો ગ્રેવી મલાઈ કોફતા

#ઇબુક૧
#૩૩
#યલો ગ્રેવી મલાઈ કોફતા વ્હાઇટ ગ્રેવી મલાઈ કોફતા બધા જ બનાવે છે આપણે આજે યલો ગ્રેવી મલાઈ કોફતા બનાવવા માટે ની રીત લાવી છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૧ડીશ
  1. ૨ ચમચી ખસખસ
  2. ૨ ચમચી મગજતરી
  3. ૫ કાજુ
  4. ૧ ગ્લાસ પાણી
  5. ૧ ટમેટુ
  6. ૧ કાંદો
  7. ૧ લીલુ મરચું
  8. તેલ તળવા માટે
  9. ૨ એલચી
  10. ચપટીમરી
  11. ૧ તેજપતુ
  12. ટુકડાબરફના
  13. ૧ ચમચી આદુ લસણની પેસ્ટ
  14. ૧ ચમચી ધાણા જીરું પાઉડર
  15. અડધી ચમચી હળદર પાવડર
  16. અડધી ચમચી ગરમ મસાલો
  17. ૧૦૦ ગ્રામ પનીર
  18. ૩ બટેટા નો માવો
  19. ૨ ચમચી કનસ્ટેડ મીલ્ક અથવા મીલ્ક પાઉડર અથવા મલાઈ
  20. મીઠુ સ્વાદ મુજબ
  21. ચપટીએલચી પાવડર
  22. ૧ ચમચી કસૂરી મેથી
  23. ૧૦ કિશમિશ
  24. ૧/૨ વાટકી નો લોટ
  25. અમુલ બટર
  26. ૧ ચમચી લાલ મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈને સાફ કરી લો અને બાફી લો

  2. 2

    એક પેનમાં ખસખસ, મગજતરી અને કાજુ પાણી નાખી ઉકળવા દો ત્યાર બાદ તેમાંથી પાણી નિતારી લો અને બરફના ટુકડા નાખી મીક્ષરમાં ક્રશ કરી લો કઢી ના રહે તેવી પેસ્ટ બનાવી તેમાં પાણી ઉમેરો

  3. 3

    એક પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરો તેમાં આખી એલચી, ચપટી મરી આખા,તેજપતા નાખી બે મિનિટ સાંતળો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટા નાખી સતત હલાવતા રહો ત્યાર બાદ આદુ લસણ ની પેસ્ટ ઉમેરો ધાણા જીરું પાઉડર ઉમેરો બીજા મસાલા નાખવા અને નટસ ને ક્રશ કર્યું છે તે ઉમેરો અને સતત ચોંટે નહીં તેમ હલાવતાં રહો

  4. 4

    કોફતા બનાવવા માટે પનીર છીણીને તેમાં બટાકા નો માવો મીક્સ કરો ત્યાર બાદ તેમાં મીલ્ક પાઉડર અથવા મલાઈ અથવા કનસ્ટેડ મીલ્ક નાખો મીઠું સ્વાદ અનુસાર નાખો કસૂરી મેથી ચપટી એલચી પાવડર ઉમેરો ઝીણી સમારેલી કોથમીર ઉમેરો બ્રેડ ક્રમસ કે મૈદો નાખવાની જરૂર નથી રહેતી

  5. 5

    બધું મીક્સ કરો અને નાના નાના કોફતા બનાવવા તેમાં વચ્ચે એક કિશમિશ નાખી ને બનાવી શકાય છે બધા કોફતા ને આરાના લોટ મા રગડી ને પાંચ મિનિટ રહેવા દો અને ધીમા તાપે તળી લો

  6. 6

    ગ્રેવી માંથી એલચી,તેજપતા કાઢી મિક્સરમાં ક્રશ કરી લો અને સૂપ ની ગરમી માં ગાળી લો

  7. 7

    એક પેનમાં બટર નાંખીને લાલ મરચું પાવડર અને ગ્રેવી નાખી પાણી નાખી ગરમ કરો અને એકરસ થાય એટલે તેને ગેસ પરથી ઉતારી કોફતા ઉમેરો એક ડીશ માં ગ્રેવી નાખી ઉપર કોફતા અને તેની ઉપર ગ્રેવી નાખી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ સોફ્ટ મલાઈ કોફતા કરી નો સ્વાદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mamtabhatt829@gmail.com Bhatt
પર
સૂરત

ટિપ્પણીઓ

Similar Recipes