સ્ટ્ફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread recipe in Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara
શેર કરો

ઘટકો

૨૦
2 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧ ચમચીદ્રાય ખમીર (Yeast)
  3. ૧ વાટકીગરમ પાણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૨ ચમચીખાંડ
  6. ૧/૨ વાટકીદુધ
  7. ૧ ચમચીતેલ
  8. ૧ વાટકીબાફેલી મકાઈ ના દાણા
  9. ૧ વાટકીસમારેલું કેપ્સીકમ
  10. ૧ વાટકીઓરેગનો
  11. ૧ વાટકીચીલી ફલકેસ
  12. ૧ વાટકીબટર
  13. ચીઝ ક્યૂબ
  14. ૩-૪ લસણ ની કડી
  15. ૧ વાટકીકોથમરી

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    સૌ પ્રથમ ગરમ પાણી માં ખાંડ ગોળવી પછી તેમાં ખમીર એડ કરી તેને ૧૦ મિનીટ સુધી એક્ટીવેટ થવા દેવું, ત્યારબાદ મૈદો લેવો અને તેમાં સ્વાદાનુસાર મીઠું અને બટર નાખવું ત્યારબાદ લસણ ની પેસ્ટ બનાવી ને એડ કરવું અને તૈયાર કરેલ ખમીર એડ કરવું પછી તેનો લોટ તૈયાર કરવો અને પૂરતી કન્સિસટન્સી લાવા તેમાં પાણી એડ કરવું, ત્યારબાદ લોટ ને ૩-૪ કલાક સુધી ઢાંકી ને રાખવો.

  2. 2

    તૈયાર લોટ થી રોટલી ની જેમ વણવી ત્યાર બાદ તેમાં બટર લાગવું અને ગોળ રોટલી ની ના નીચલા ભાગ માં બાફેલી મકાઈ ના દાણા, સમારેલા કેપ્સીકમ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ તેમાં એડ કરવું,અને ચીઝ નું છીણ કરવું.

  3. 3

    ત્યારબાદ બ્રેડ ના લોટ ની કિનારી પાણી થી ગ્રીસ કરવું અને ફોલ્ડ કરવું ચિત્ર માં બતાવ્યા પ્રમાણે,ત્યારબાદ બ્રેડ ને ઉપર થી બટર ગ્રીસ કરવું અને તેના પર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખવા અને બ્રેડ ઉપર સીધા કાપા પાડવા. ત્યારબાદ તૈયાર બ્રેડ ને પ્રીહિટેડ ઓવેન માં ૨૦ મિનીટ સુધી રાખવી. તૈયાર સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ ને ટોમેટો સૌસ સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

ટિપ્પણીઓ (3)

Similar Recipes