મકાઈનો પુલાવ

Desai Arti
Desai Arti @cook_22705033

મકાઈનો પુલાવ ચોમાસાની સીઝનના ખાવાની ખૂબ જ મજા આવે છે , તમને બધાને આ રેસિપીગમશે.
#જુલાઈ

મકાઈનો પુલાવ

મકાઈનો પુલાવ ચોમાસાની સીઝનના ખાવાની ખૂબ જ મજા આવે છે , તમને બધાને આ રેસિપીગમશે.
#જુલાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 2 કપબાસમતી ચોખા
  2. 1 (૧ કપ)સમારેલા શાકભાજી( કેપ્સિકમ ગાજર કાંદા ટામેટા)
  3. 1 કપબાફેલી મકાઈ
  4. 1 ટેબલ સ્પૂનઝીણાં કાપેલાં મરચા
  5. 1 ટેબલ સ્પૂનફૂદીનો
  6. ૧ ટી.સ્પૂનધાણાજીરું પાઉડર ૧ ટી.ચમચી લાલ મરચું પાઉડર 1 ટીસ્પૂન ગરમ મસાલો 1 ટીસ્પૂન હળદર પાઉડર
  7. 1/2ચમચી જીરૂ
  8. 2 tbspતળેલા કાંદા
  9. 4 ટેબલ સ્પૂનતેલ
  10. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  11. 2 ચમચીલીલા ધાણા ઝીણા સમારેલા
  12. મીઠું અને પાણી જરૂર પ્રમાણે
  13. મસાલા દહીં સાથે સર્વ કરવા માટે
  14. મકાઈ ની સ્લાઈસ ગાર્નીશિંગ માટે
  15. આખા મરી લવિંગ અને તજ બે ત્રણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આખા મસાલા અને હળદર અને મીઠું નાખી ચોખાને ૯૦ ટકા સુધી બાફી લો અને ચારણીમાં નાખી વધુ પાણી નિતારી દો બધા આખાગરમ મસાલા કાઢી લો

  2. 2

    હવે બીજું પાન લઇ તેમાં તેલ નાખો ત્યારબાદ તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં કાંદા નાખો ત્યારબાદ તેમાં આદુ લસણ અને કાપેલાં મરચાં બધી વસ્તુને બરાબર સાંતળો ત્યારબાદ તેમાં વાઘેલા બધા શાકભાજી અને મકાઈ બાફેલી મકાઈ નાખો ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા અને મીઠું અને લીલી ડુંગળીનાખો બધું બરાબર મિક્સ કરો તેમની ચડવા દો

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા ચોખા ઉમેરો બધુ હળવા હાથે હલાવો અને તેમાં કાપેલી કોથમીર અને ફુદીનો લીલી ડુંગળી નાખો

  4. 4

    તો ફ્રેન્ડ તૈયાર છે એકદમ ટેસ્ટી અને અને યુનિક રેસીપી જેને મસાલા દહીં સાથે સર્વ કરી છેમકાઈનો પુલાવ મારી આ first રેસીપી છે આશા રાખુ તમને બધાને પસંદ પડશે પસંદ પડે તો બધા લાઈક અને કોમેન્ટ કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Desai Arti
Desai Arti @cook_22705033
પર

ટિપ્પણીઓ

Similar Recipes