ફરાળી કટોરી ચાટ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઉપવાસ
સાબુદાણા, બટાટા નો પુરણ માં થી બનાવેલ સાબુદાણા કટોરી, અને એમાં તળેલા બટાટા અને શીંગદાણા નો સ્ટફિંગ ભરી, દહીં અને ખજુર ની ચટણી સાથે, બટાટા ની સેવ,દાડમ ના દાણા થી ગાર્નિશ કરીને બનાવેલ છે આ સ્વાદિષ્ટ ફરાળી વાનગી.

ફરાળી કટોરી ચાટ

#ઉપવાસ
સાબુદાણા, બટાટા નો પુરણ માં થી બનાવેલ સાબુદાણા કટોરી, અને એમાં તળેલા બટાટા અને શીંગદાણા નો સ્ટફિંગ ભરી, દહીં અને ખજુર ની ચટણી સાથે, બટાટા ની સેવ,દાડમ ના દાણા થી ગાર્નિશ કરીને બનાવેલ છે આ સ્વાદિષ્ટ ફરાળી વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮-૧૦
  1. ૧/૨વાટકો સાબુદાણા
  2. ૩-૪ બાફેલા બટાટા
  3. ૧/૪ કપશેકેલા શીંગદાણા નો ભૂકો
  4. ટેબલ વાટેલાં સ્પૂન લીલા મરચા
  5. સિંધાલૂણ મીઠું સ્વાદાનુસાર
  6. સ્ટફિંગ માટે
  7. ટુકડાતળેલા બટાટા નાં
  8. તળેલા શીંગદાણા
  9. લાલ મરચું પાવડર
  10. ફરાળી બટાટા ની સેવ
  11. દાડમ ના દાણા
  12. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને ધોઈ અને રાત ભર / ૬-૮ કલાક પલાળી રાખો. એક મિશ્રણ બોઉલ માં સાબુદાણા, બાફેલા બટાટા, શીંગદાણા નો ભૂકો, લીલા મરચા ની પેસ્ટ, સિંધાલૂણ મીઠું સ્વાદાનુસાર નાખી ને મસળી ને પુરણ તૈયાર કરવું.

  2. 2

    નાની વાટકી ને ઉલટી કરી ને એના ઉપર સાબુદાણા નો પુરણ રાખી ને કટોરી નો આકાર આપવો.

  3. 3

    ગરમ તેલમાં નાખી ને મઘ્યમ તાપમાન પર હાફ ફ્રાય કરો. કટોરી બહાર કાઢી, સ્ટીલ ની વાટકી થી સાબુદાણા ની કટોરી અલગ કરી, સાબુદાણા ની કટોરી ફરી થી ગરમ તેલમાં ઘીમે તાપમાન પર ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તળો.

  4. 4

    ફરાળી કટોરી ચાટ બનાવવા માટે ની રીત: એક પ્લેટમાં મા સાબુદાણા ની કટોરી મૂકી ને એમાં તળેલા બટાટા અને શીંગદાણા નાખી ને લાલ મરચું પાવડર ભભરાવો.

  5. 5

    એના ઉપર ૧-૨ ટેબલ સ્પૂન વલોવલી તાજુ દહીં, ખજુર ની ચટણી નાખો. એના ઉપર બટાટા ની સેવ, દાડમ ના દાણા અને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો. આવી રીતે બઘી ફરાળી કટોરી ચાટ બનાવવા.

  6. 6

    સ્વાદિષ્ટ ફરાળી કટોરી ચાટ નું સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes