મગ દાળ નો હલવો (Mung Dal Ka Halwa in Gujarati recipe)

Hasty Shah
Hasty Shah @cook_25103870

મગ દાળ નો હલવો (Mung Dal Ka Halwa in Gujarati recipe)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ સરવિગંસ
  1. ૧ વાટકીમુંગ દાળ
  2. ૨૦૦ મિલિ ગ્રામ ઘી
  3. ૨ ચમચીસુજી
  4. ૨ ચમચીબેસન
  5. ૨ કપપાણી
  6. ૨ કપખાંડ
  7. ૯ નંગઈલાયચી
  8. ચુટકીકેસર
  9. મનગમતા ડર્ય ફ્રૂટસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેહલા ૧ વાટકી મુંગ દાળ લઈ તેને ૪-૫ કલાક માટે પાણીમાં પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ પલાળેલી દાળ ને મીક્સેર માં પીસી નાખી તેનો પેસ્ટ બનાવો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈ માં ૨૦૦ મિલી ગ્રામ ઘી નાખી તેમા ૨ મોટી ચમચી સુજી અને ૨ મોટી ચમચી બેસન નાખવું અને ૫-૧૦ મિનિટ સાંતળવું.

  4. 4

    અવે મુુંગ દાળ નો પેસ્ટ કડાઈ માં ઉમેરવો અને ધીમા ગેસ પર તેને સાંતળવું.

  5. 5

    બીજી બાજુ એક તપેલી માં ૨ કપ પાણી લઈ ૨ કપ ખાંડ ઉમેરી તેમાં ૯ નંગ ઈલાયચી નો પાઉડર તથા ચુટકી કેસર ઉમેરી તેની ચાસણી બનાવી.

  6. 6

    હલવા ને સતત સાતાડવું જેથી તે ચોંટી ના જાયે. હલવા નો રંગ બ્રાઉન થતાં તેમા બનાવેલી ચાસણી ઉમેરી તેને સાંતળવું.

  7. 7

    જ્યા સુધી બધી ચાસણી હલવો પી ના જાયે ત્યાર સુધી સાંતળવું અને પછી તેમાં મનગમતા ડર્ય ફ્રૂર્ટસ ઉમેરવા.

  8. 8

    બસ આપડો હલવો તૈયાર છે. ઉપર થી ડર્ય ફ્રૂટસ ની ગાર્નિશ કરી હલવા ને ગરમ ગરમ સર્વે કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hasty Shah
Hasty Shah @cook_25103870
પર

Similar Recipes