મગ ની દાળ નો શીરો (moong daal halwa Recipe in Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧ કપમગ ની દાળ
  2. 3/4 કપખાંડ
  3. ૧ કપદૂધ
  4. ૧ કપઘી
  5. પલાળેલી બદામ
  6. ૨ ચમચીમિક્સ સુકો મેવો
  7. ૧ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  8. ૧ ટી સ્પૂનકેસર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પેલા મગ ની દાળ ૪_૫ કલાક પલાળી રાખવી ને પછી કોરી કરી મિકસચર પીસી લેવી

  2. 2

    બદામ પણ દાળ પલાળો ત્યારે પલાળી દેવી ને એક કડાઈ મા ઘી નાંખી ઓગળી લ્યો ઘી આપને ઓગડવાનું જ છે તેને ગરમ નઈ કરવાનું.

  3. 3

    હવે તેમાં પીસેલી મગ ની દાળ એડ કરી મિક્સ કરી લ્યો પછી ગેસ ચાલુ કરી ધીમી આંચ પર સેકવાની

  4. 4

    હવે સેકાઈ જવા આવે એટલે તેમાં દૂધ ગરમ કરી ને ઉમેરવું ને દૂધ સરસ મિક્સ થઈ જાય પછી તેમાં ખાંડ ઈલાયચી પાઉડર ને કેસર નાખી ચડવા દેવો.

  5. 5

    હવે બધું મિક્ષ થઈ જાય ને ઘી છુટ્ટું પડે એટલે તેમાં પલાળેલી બદામ નાખવી ને માથે મિક્સ સૂકોમેવો છાંટવો.

  6. 6

    આ રિતે રેડી છે આપનો મગ ની દાળ નો શીરો જે ખુબ ટેસ્ટી થયો છે મારા ઘરમાં બધાને ખુબ ભાવે. તો હવે એક બાઉલમાં કાઢી માથે સુકો મેવો છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes