દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati)

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

#દાલ રાઈસ #સુપર શેફ... દાલ રાઈસ ઘારવડા મેં અડદની દાળને ચોખા માંથી જ બનાવ્યા છે. તે સ્વાદમાં ખુબજ સરસ ને ક્રિપી પણ થાયછે. ચોમાસામાં વરસાદી વાતાવરણ હોય ને કંઈક તીખું ને ચટપટું ખાવાનું મન થાય તો આપણે તો પહેલાં ભજીયા જ યાદ આવી જાય તે લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં થતા જ હોય છે તેપણ કેટલી અલગ અલગ જાતના થતા હોય બટેટા વડા દાલવડા ડુંગળીના બજિયા મેથીના ગોટા મરચાં ના ભજયા કે કઈ પણ અલગ અલગ જાતના બનતા હોયછે ક્યારેક આ ઘારવડા પણ બનાવા જોઈએ તે પણ વરસાદી માહોલમાં એટલાજ ટેસ્ટી લાગેછે. આમ તો ઘણા લોકો આ ઘારવડા દિવાળીમાં જ કાળીચૌદસના દિવસે બનાવે છે પણ હું તો શિયાળામાં કે ચોમાસામાં પણ બનાવુછું તે પણ થોડા અલગ રીતે બનાવ્યાછે. તો તેની રીત પણ જોઈ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/+1/૨ કપ ચોખા
  2. 1 કપઅડદની દાળ
  3. 3મીડીયમ બટેટા
  4. 2લીલા મરચા
  5. 1નાનો ટુકડો આદુનો
  6. સ્વાદ મુજબ નમક
  7. 1/2 ચમચીબેકિંગ સોડા (ઇનો)
  8. 1 ચમચીતેલ
  9. 2 ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  10. શેકેલું જીરું પાઉડર
  11. 1/૨ હળદર
  12. 1 ચમચીધાણાજીરું
  13. 1 ચમચીલીંબુનો રસ
  14. 1 ચમચીખાંડ
  15. 1બીટ છીણેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદની દાળ ને ચોખા ને બરાબર ધોઈને પલાડો તે પલળી ને તેના દાણા સોફ્ટ થાય પછી તમાંથી પાણી કાઢીને મિક્ષી જારમાં ખાટી છાસ જરૂર મુજબ નાખી ને પીસવું. જો અડદની દાળ ના નાખવી હોય તો ચણાની દાળ પણ લઈ શકાયછે તે પણ ના મેડ પડે તો ઢોકળા હાંડવાનો લોટ પણ ચાલે તેને છાસથી પલાડવો જે રીતે ખાટા ઢોકડાનું પલાડએ છીએ તે રીતે પલાડવું. તે ને આથો આવવા દેવો.

  2. 2

    આથો આવી જાય પછી તેમાં સ્વાદ મુજબ નમક ને બેકિંગ સોડા અથવા ઇનો નાખી ને બેટરને ખૂબ હલાવવું. ત્યારબાદ બટેટા કૂકરમાં જરૂર મુજબ પાણી લઈને તેને ગરમ થાય ત્યારે તેમાં ચપટી નમક નાખી ને કુક કરવા.તે કુકરનું પ્રેસર થોડું ઓછું થાય પછી તેને છાલ ઉતારીને મેષ કરવા ત્યારબાદ તેમાં આદુમરચાની પેસ્ટ નાખવી

  3. 3

    ને બાકીના મશાલા કરવા મેં બીટ પણ બાફીને કેવું ને તેને છીણવું બટેટાના માવાના બે ભાગ કરવા તે પણ બધો જ મશાલો કરીને બે ભાગ કરવા હવે એક ભાગમાં છીણેલું બીટ નાખી મિક્સ કરવું

  4. 4

    આ રીતે ફોટામાં બતાવ્યા પ્રમાણે કરવું ત્યારબાદ હાથને તેલથી ગ્રીશ કરીને હાથમાં ગમે તે એક ભાગનો લુવો લઈને તેને હાથથી પૂરી જેવો બનાવી તેમાં બીજો કોઈ પણ લુવો લઈને મુકવો તમને મનગમતો લેવો મેં બન્ને રીતે બનાવ્યા છે એક હળદર વાળો લઈને તેમાં બીટ વાડું સ્ટફિંગ ભર્યું છે ને બી વાર બીટ વાળું લઈને પૂરી જેવો બનાવી તેમાં હળદર વાળું સ્ટફિંગ ભર્યું છે આરીતે બધાજ ગોળા વળી ને તેને દાળચોખા ના ખીરા માં ડીપ કરીને ગરમ તેલમાં તળવા.

  5. 5

    આ રીતે બધાજ વડા બનાવવા તેલ એકદમ ગરમ થવું જોઈએ તે નું અપર લેયર ક્રિષ્પી થાય ગોલ્ડનબ્રાઉન થાય ત્યારે તેને ડીશમાં કાઢી લેવા. તેને ગરમ ચા શાથે સર્વ કરવા. તો તૈયાર છે ઘારવડા.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

Similar Recipes