રાઈસ કુલ્ચા (Rice Kulcha Recipe In Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#AM2 થોડું અલગ કરવા નો પ્રયત્ન કર્યો છેઆલુ કુલ્ચા મા રાઈસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે રાઈસ કૂલચા .

રાઈસ કુલ્ચા (Rice Kulcha Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#AM2 થોડું અલગ કરવા નો પ્રયત્ન કર્યો છેઆલુ કુલ્ચા મા રાઈસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે રાઈસ કૂલચા .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. 2 કપ ધઉં નો લોટ
  2. 1 કપ મેંદો
  3. 1 કપ દહીં
  4. 1/4 સ્પૂન ટાટાના સોડા
  5. 1/4 સ્પૂન બેકિંગ પાઉડર
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. જરૂર મુજબ પાણી
  8. ૫ નંગ બટાકા. ****
  9. ૧ મોટો કપ બાસમતી ભાત
  10. ૩ નંગ મરચાં
  11. ૩ નંગ ડુંગળી
  12. ૮ નંગ લસણ
  13. ૧ ટુકડો આદુ
  14. ૧ સ્પૂન ઓરેગાનો
  15. ૧ સ્પૂન ચીલી ફ્લેક્સ
  16. ૨ સ્પૂન ચાટ મસાલો
  17. ૧ સ્પૂન મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ધઉં નો લોટ, મેંદાના લોટને એક વાસણમાં ચાળી લો. હવે લોટમાં દહીં, બેકિંગ સોડા, મીઠું, નાખો.

  2. 2

    બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવી. હવે નવસેકા પાણીની મદદથી નરમ રોટલી જેવી કણક તૈયાર કરી લો. પછી તેને ૨ કલાક માટે મૂકો. ત્યાર બાદ હવે મસાલા ની તૈયારી કરો. બટાકા ને ૪ સીટી વગાડી બાફી લો. બાસમતી ભાત બાફેલા લેવા.

  3. 3

    ડુંગળી મરચા આદુ લસણ ને સમારી લેવા. પછી બધોજ મસાલો કરી મિક્સ કરવું

  4. 4

    મસાલો રેડી થાય પછી હવે કુલચા માટે લોટ લેવો. ૧ મોટો લુવો લઈને વચ્ચે રેડી કરેલો મસાલો મુકવો પછી તેને અંદર કવર કરી લેવું અને મોટું બોલને તૈયાર કરી લેવું પછી લોટ લઇ તેની મદદથી રોટલી જેવું વણી લેવું

  5. 5

    પછી છેલ્લે તેના પર કોથમીર લગાવી અને વર્ણ ફેરવવા થી તે તેમાં ચોટી જશે લોઢી ગરમ કરવા મૂકવી ગરમ થાય એટલે કુલચા ની એક્સાઇડ માં પાણી લગાવી ને તે લોઢી ઉપર રાખવું. કુલચો ફૂલીને દડો થાય એટલે તેને ગેસ ઉપર ઉંધુ કરવું જેથી બીજી સાઈડ પણ શેકાઈ જશે.

  6. 6

    આવી રીતે બધા કુલચા તૈયાર કરી ગરમ ગરમ તેના પર બટર લગાડીને સર્વ કરવા આમાં પ્રમાણે કરવાથી ૧૦થી ૧૨ નંગ કુલચા તૈયાર થશે.

  7. 7

    તો રેડી છે આપણા રાઈસ કુલચા જેને આપણે ચટણી અથવા દહીં સાથે ગરમ ગરમ સર્વ કરી શકીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes