વ્હાઈટ સોસ પાસ્તા(white pasta recipe in gujarati)

parul dodiya
parul dodiya @cook_22569370

બાળકો ના પ્રીય બનાવવામાં સરળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ લોકો માટે
  1. ૨૫૦ સાદા પાસ્તા
  2. ૨ ચમચીતેલ
  3. ચમચા બટર
  4. ૨ ચમચીમેંદાનો લોટ
  5. ૨ વાડકીદૂધ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૨ ચમચીચીલી ફ્લેક્સ
  8. ૨ ચમચીમરી પાઉડર
  9. ૧૫૦ ગ્રામ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પહેલા એક પેનમાં પાસ્તા બાફવા માટે પાણી ઉકળવા મુકો.તેમા ૨ ચમચી તેલ નાખી પાસ્તા ઉમેરી દો.૧૦ મીનીટ માં પાસ્તા બફાઈ જાય એટલે તેને ચાળણીમાં કાઢીને ઉપર ઠંડુ પાણી રેડી દો જેથી પાસ્તા સરસ છૂટા થાય તેને બાજુ પર મૂકી દો.

  2. 2

    હવે એક પેનમાં બટર નાંખો ગરમ થાય એટલે તેમાં મેંદા નો લોટ શેકી લો.લોટ સરખો શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી સતત હલાવતા રહો જેથી તેમાં ગાંઠા ન પડે.તેમા સ્વાદ અનુસાર મીઠું, ચીલી ફ્લેક્સ અને મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરો.હવે તેમાં પાસ્તા ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો.

  3. 3

    હવે ગેસ પરથી નીચે ઉતારી તેમાં ચીઝ ખમણી સરખી રીતે મિક્સ કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
parul dodiya
parul dodiya @cook_22569370
પર

ટિપ્પણીઓ

Similar Recipes