રસમલાઈ

Ila Naik
Ila Naik @cook_20451370

#ઈસ્ટ આ રસમલાઈ એ એક બંગાળી મીઠાઈ છે.મેં પહેલી વાર બનાવી છે ખુબ જ સરસ બની છે.

રસમલાઈ

#ઈસ્ટ આ રસમલાઈ એ એક બંગાળી મીઠાઈ છે.મેં પહેલી વાર બનાવી છે ખુબ જ સરસ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પનીર માટે
  2. 500 ગ્રામદૂધ
  3. 1 નંગલીંબુ નો રસ
  4. ચાસણી માટે
  5. 250 ગ્રામખાંડ
  6. 4 કપપાણી
  7. રબડી માટે
  8. 500 ગ્રામદૂધ
  9. 5-6કેસર ના તાંતણા
  10. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  11. 1/2 ચમચીબદામ ની કતરણ
  12. 1/2 ચમચીપિસ્તા ની કતરણ
  13. 100 ગ્રામખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ ને એક ઉભરો આવે પછી તેમાં લીંબુ નો રસ ઉમેરી દૂધ ને ફાડી એક મોટાં ગરણામા કપડું પાથરી પાણી નિતારી લેવું.પછી તેમાં ઠંડુ પાણી ઉમેરતા જઈ પનીર ને ધોઈ પાણી નીચોવી લેવું.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં દૂધ ગરમ થાય એટલે તેમાં કેસર નાખવું. પછી તેમાં ઇલાયચી પાઉડર,બદામ પિસ્તા ની કતરણ નાખી હલાવવું. દૂધ ને ધીમા ગેસ પર ઉકાળવું.ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી થોડું જાડું થવા દેવું. ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દેવું.

  3. 3

    ત્યારબાદ એક પેનમાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરી એક ઉભરો આવે ત્યા સુધી ધીમા ગેસ પર થવા દેવું. ત્યારબાદ પનીર ને માખણ જેવું થાય ત્યા સુધી હથેળી ની મદદથી મસળી લેવું. એટલે સ્મુધ લુઓ થઈ જશે.

  4. 4

    ત્યારબાદ લુઆ માંથી ગોળ ચપટી રસમલાઈ માટે ની ટીકકી વાળી લો. પછી ટીકકી ને ચાસણી મા નાંખી દસ મિનિટ સુધી થવા દેવું. પછી ટીકકી ને ફેરવી લેવું.પછી ઢાંકી પાંચ મિનિટ સુધી થવા દેવું. દસ મિનિટ રહેવા દેવું.

  5. 5

    ત્યારબાદ એક બાઉલમાં બરફના ટુકડા નાખી ઉપર ચાસણી ઉમેરી ઠંડુ થાય એટલે તેમાં ટીકકી ઉમેરી અડધો કલાક રહેવા દેવું. ત્યારબાદ હાથ થી દબાવી ટીકકી ને રબડી મા ઉમેરી ચાર કલાક ફીઝ મા મુકવું. ઠંડી ઠંડી સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes