કેસર રસ મલાઈ

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#RB2
#Week2
#cookpadindia
#cookpadgujarati
#milk
#dessert
આજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ .

કેસર રસ મલાઈ

#RB2
#Week2
#cookpadindia
#cookpadgujarati
#milk
#dessert
આજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 1 લિટરદૂધ
  2. 2 ચમચીલીંબુ નો રસ
  3. 1/6 ચમચીકેસર તાંતણા દૂધમાં પલાળેલી
  4. 1 ચમચીખાંડ છેના માં ઉમેરવા
  5. 2 કપખાંડ
  6. 2 ગ્લાસપાણી ચાસણી માટે
  7. રબડી બનાવવા માટે -👇
  8. 1/2 લિટરદૂધ
  9. 1 ચમચીદૂધ નો પાઉડર
  10. 2 ચમચીદૂધ નો મસાલો (કાજુ,બદામ,પિસ્તા,ઇલાયચી, કેસર નો પાઉડર)
  11. 1 ચમચીખાંડ
  12. 1/4 ચમચીકેસર તાંતણા દૂધમાં પલાળેલી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ 1 લીટર દૂધ ને ગરમકરી એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો.લીંબુ ના રસ માં 2 ચમચી પાણી ઉમેરી દૂધ ને ફાડવું.તેમાંથી છેના ને પાણી અલગ થાય એટલે ગરણી માં મલમલ ના કપડાં પર કાઢી સાદા પાણીથી ધોઈ લો. અને સાવ પાણી નીતરી જાય એટલી વાર બાંધી દો.

  2. 2

    ત્યારબાદ છેના ને મોટી પ્લેટ માં લઇ છુટ્ટું પાડી હથેળી થી મસળવું.તેમાં 1ચમચી ખાંડ અને પલાળેલી કેસર(દૂધ માંથી કાઢી ને) ઉમેરી લિસ્સુ થઈ જાય પછી ચપટા ગોળા બનાવી લેવા. તેને ખાંડ ની ચાસણી માં 15 મિનિટ ઢાંકી ને ચડવા દેવા.તેમાંથી કાઢી ને બરફ વાળા પાણી માં થોડી વાર રાખવા.

  3. 3

    રબડી માટે- દૂધ નો એક ઉભરો આવે પછી તેમાં મિલ્ક પાઉડર,દૂધનો મસાલો અને થોડું કેસર અને ખાંડ ઉમેરી થોડું ઘટ્ટ થાય એટલું ઉકાળવું અને ઉતારી લેવું.ઠંડુ થાય પછી તૈયાર થયેલા ગુલ્લા માં ઉમેરી 2-3 કલાક ફ્રીઝ માં ઠંડુ થવા દેવું.

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ કેસર રસ મલાઈ. તેમાં ઉપર થી પલાળેલી કેસર વાળુ દૂધ ઉમેરી દો.ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes