કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#mr

કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati)

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લીટર દૂધ પનીર બનાવવા માટે
  2. 1 ચમચીવિનેગર દૂધ ફાડવા માટે
  3. 1 ચમચીકોર્નફ્લોર
  4. 1 લીટર દૂધ રબડી બનાવવા માટે
  5. 1 વાટકીખાંડ
  6. ચપટીજાયફળ પાઉડર
  7. 8-10તાંતણા કેસર
  8. 2-3ઇલાયચી
  9. 3-4 ચમચીકાજૂ બદામ પિસ્તા ની કતરણ
  10. ચાસણી માટે :-
  11. 1 વાટકીખાંડ
  12. 4 વાટકીપાણી
  13. ગાર્નિશીંગ માટે:-
  14. બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવું કાજૂ બદામ પિસ્તા ની કતરણ કરવી કેસર ને હુંફાળા દૂધ માં પલાળી રાખવું ઇલાયચી નો ભૂકો કરવો

  2. 2

    ગરમ કરેલા દૂધ માં 1 ચમચી વિનેગર ધીમે ધીમે નાખી હલાવવું દૂધ ફાટી જાય એટલે ગરણી થી ગાળી ને પાણી નિતારી લેવું

  3. 3

    કપડામાં બાંધી ને ઉપર વજન રાખી ઢાંકી રાખવું ત્યારબાદ ખૂબ મસળવું 1 ચમચી કોર્નફ્લોર નાખવો

  4. 4

    ખૂબ મસળી ને એકદમ સરસ થઈ જાય પછી તેને હથેળી વડે દબાવી ને થેપલી જેવું કરવું અને 1 વાટકી ખાંડ ચાર વાટકી પાણી ને ખૂબ ઉકાળવું ઊકળે પછી તેમાં પનીર ની થેપલી ને ઉકાળવી એકદમ ફૂલી જાય પછી તેને નિતારી ને પાણી માંથી કાઢી લેવી

  5. 5

    1 લીટર દૂધ ને ખૂબ ઉકાળવું તેમાં 1 વાટકી ખાંડ નાખી ઉકાળવું બરાબર ઊકળે પછી તેમાં કેસર ઇલાયચી જાયફળ કાજૂ બદામ પિસ્તા ની કતરણ નાખવી ત્યારબાદ પનીર ની થેપલી તેમાં નાખી રસમલાઈ ઠંડી થવા દેવી

  6. 6

    રસમલાઈ ઠંડી થઈ જાય પછી સર્વ કરવી ઉપર બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes