દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Niyati Dharmesh Parekh
Niyati Dharmesh Parekh @cook_24524078
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપઅડદ દાળ
  2. ૧/૩ કપમગની મોગર દાળ(optional)
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧૦થી ૧૨ નંગ કિસમિસ
  6. ૩-૪ નંગકાજુ ના ટુકડા
  7. ૪-૫ કપપાણી
  8. 1 ચપટીહિંગ
  9. તળવા માટે તેલ
  10. ૨ કપમોળું દહીં
  11. 3 - 4 ચમચીદળેલી ખાંડ
  12. ૧ નાની ચમચીલાલ મરચું
  13. ૧ નાની ચમચીસંચળ પાઉડર
  14. ૧ નાની ચમચીશેકેલા જીરું નો પાઉડર
  15. બારીક સમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૧ કપ અડદની દાળને પાંચ-છ કલાક માટે ગરમ પાણીમાં પલાળવી દાળ બનાવતા પહેલા તેને સારી રીતે પાણીથી ધોઈ લેવી. જનરલી તમે દહીં વડા બનાવવા માટે આ એક જ દાળ લો છો. પણ આ દહીં વડાને સુપર બેસ્ટ બનાવવા માટે આપણે મગની મોગર દાળ ઉમેરી શું.પણ તમે જો આ મગની મોગર દાળ ઉમેરી ને ક્યારેય ન બનાવ્યા હોય તો એક વાર આ રીતે જરૂર ટ્રાય કરજો.

  2. 2

    દાળને પાંચ કલાક માટે પલાળી હતી હવે આપણે આ દાળને પીસવાની છે.બન્ને દાળને આપણે અલગ અલગ કરવાની છે તો પહેલા આપણે બધું પાણી કાઢી લઇશું. ત્યારબાદ દાળની પેસ્ટ તૈયાર કરવાની છે. દહીં વડાને એકદમ સફેદ બનાવવા માટે પીસતી વખતે ઠંડું પાણી ઉમેરવું. મોગર દાળને પણ આપણે પેસ્ટ તૈયાર કરવાની છે!

  3. 3

    બંને દાળ પીસીને તૈયાર થઈ જાય ત્યારબાદ તેને એક બાઉલમાં લઈને મિક્સ કરો. ત્યારબાદ આ બેટર ને દસ મિનિટ માટે એક જ દિશામાં ફેંટવુ. એકદમ તમારું બેટર સોફ્ટ અને fluffy થવું જોઈએ. તો તમારા દહીવડા સરસ બનશે. જો તમારું બેટર બરાબર બની છે કે નહિ એ ચેક કરવું હોય તો એક વાટકીમાં પાણી લઈને તેને થોડું બેટર લઈને હાથ થી તેમાં નાખો જો બેટર પાણીમાં સરસ તરે તો તમારું બેટરએકદમ પરફેક્ટ છે.

  4. 4

    ત્યારબાદ આપણે આ બેટરમાં સ્વાદ અનુસાર મીઠું અને ૧ ચમચી લીલા મરચાં અને આદુની પેસ્ટ કિસમિસ અને કાજુના ટુકડા ઉમેરી શું. એક જ દિશામાં બરાબર ફેંટી લઈશું. વડા ને તરતા પહેલાં એક બોલમાં ત્રણથી ચાર કપ પાણીમાં થોડું મીઠું અને હિંગ નાખીને સાઈડ માં મૂકી દેવું.

  5. 5

    વડાને મધ્યમ તાપે તળવા વડાને તેલમાં નાખ્યા બાદ એક ચમચાથી ગરમ તેલ તેની ઉપર નાખવાથી વડા સરસ ફૂલે છે. ત્યારબાદ વડાને દસથી પંદર મિનીટ માટે પાણી માં પલાળી રાખવા. ત્યાર બાદ હળવા હાથથી દબાવીને તેનું પાણી નિતારી લેવું.

  6. 6

    ત્યારબાદ આપણે મોળું દહીં લઈને તેને ફેંટી લેવું અને તેમાં દળેલી ખાંડ ઉમેરવી. ધ્યાન રાખું કે દહીં પાણીવાળું વાપરવું નહીં. જો દહીં અને ગરણીમાં ગાળી કાઢશો તો એકદમ ક્રિમી થશે. ત્યારબાદ એક પ્લેટમાં બધા વડા ને મૂકીને ઉપર દહીં નાખવું.

  7. 7

    દહીં વડા ને ગાર્નીશિંગ કરવા માટે લાલ મરચું,સંચળ જીરુ પાઉડર, કોથમીર અને જો તમારી પાસે ઘરમાં ખજૂર આમલીની ચટણી હોય તો તમે નાખી શકો છો!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niyati Dharmesh Parekh
Niyati Dharmesh Parekh @cook_24524078
પર

Similar Recipes