લીટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)

Zalak Desai
Zalak Desai @cookandeatwithzalak
Gujrat

# ઈસ્ટ# લીટી ચોખા એ બિહારની પ્રખ્યાત અને ટ્રેડિશનલ વાનગી છે. જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. ઘઉં ના લોટ અને ટામેટાને કરી માંથી બને છે અને ઘી સાથે પીરસાય છે.
જે રાજસ્થાની વાનગી દાલબાટી સાથે મળતી આવે છે.

લીટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)

# ઈસ્ટ# લીટી ચોખા એ બિહારની પ્રખ્યાત અને ટ્રેડિશનલ વાનગી છે. જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. ઘઉં ના લોટ અને ટામેટાને કરી માંથી બને છે અને ઘી સાથે પીરસાય છે.
જે રાજસ્થાની વાનગી દાલબાટી સાથે મળતી આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
18  સર્વિંગ્સ
  1. લિટટી:
  2. 6 કપ ઘઉંનો લોટ
  3. 6 ચમચી ઘી
  4. 1/2 ચમચી ખાવાનો સોડા
  5. 1+1/2 ચમચી મીઠું
  6. પુરણ:
  7. 3 કપ સતુ
  8. ૩ ચમચી સરસવનું તેલ
  9. 3 ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ
  10. 6 ચમચી કોથમીર
  11. 6 ચમચી અથાણાનો મસાલો
  12. ૩ ચમચી લીંબુનો રસ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૩ ચમચી લાલ મરચું
  15. ચોખા:
  16. 4ટામેટા
  17. 1બટાકુ
  18. 1ડુંગળી બારીક સમારેલી
  19. કોથમીર સમારેલી
  20. ૩ ચમચી લીંબુનો રસ
  21. 6 ચમચા સરસવનું તેલ
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. ૩ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    લોટ બાંધવા: એક વાડકામાં ઘઉંનો લોટ, અજમો,મીઠું અને ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને તેમાં ઘી ઉમેરો.પછી જરૂરિયાત મુજબ પાણી ઉમેરી લોટ બાંધો અને 1/2 કલાક ઢાંકીને રહેવા દો.

  2. 2

    પુરણ: એક વાડકામાં સતુ અથવા શેકેલો ચણાનો લોટ લો. પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ કોથમીર, જીરૂ અજમો અને અથાણાનો મસાલો ઉમેરો. પછી તેમાં સરસોનું તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    લીટટી: હવે 1/2 કલાક પછી લોટને થોડો મસળી તેના લૂઆ પાડી દો અને તેને વાટકી જેવો શેપ આપી દો. પછી તેમાં પૂરણ ભરી દો.

  4. 4

    હવે અપે પેનમાં દરેક ખાનામાં ઘી ઉમેરી તૈયાર કરેલ લીટી મૂકી દો. અને ઢાંકણું બંધ કરી દસ મિનિટ થવા દો.

  5. 5

    પછી તેને ઉથલાવી ને થોડીવાર થવા દો. લીટીને દરેક 60 થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી પાકવા દો. લીટી તૈયાર છે. તેને ગરમાગરમ ચોખા સાથે સર્વ કરો.

  6. 6

    ચોખા: ટામેટા પર તેલ લગાવી તેને ગેસ ઉપર ડાયરેક્ટ શેકો. અને બધી સાઈડ કાળા થાય ત્યાં સુધી શેકો.

  7. 7

    આ રીત બટાકાને તેની છાલ કાઢી થાય ત્યાં સુધી શેકી લો ગેસ પર પછી ટામેટા અને બટાકાને ઠંડા થવા દો પછી છાલ ઉતારી દો. અને ટામેટાને બટાકાને મેશ કરી લો.

  8. 8

    પછી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, ઝીણા સમારેલા કાંદા, કોથમીર, લીંબુનો રસ, સરસવનું તેલ, અને મીઠું બધુ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તો ચોખા તૈયાર છે. તેને ગરમ ગરમ લીટી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zalak Desai
Zalak Desai @cookandeatwithzalak
પર
Gujrat
Love to cook and make new dishes🍳🍱🍺🍧🍦🍕🍝😋 💟
વધુ વાંચો

Similar Recipes