દહીં વડા (Dahi vada Recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોઅડદની દાળ
  2. 2 ચમચીમગની મોગર દાળ
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. અડધી ચમચી લાલ મરચું પાવડર
  5. ચપટીજેટલી હિંગ
  6. અડધી ચમચી શેકેલું જીરું પાવડર
  7. અડધી ચમચી સંચળ પાવડર
  8. ૧ નંગઆદુનો ટુકડો
  9. ૨ નંગલીલા મરચા
  10. તળવા માટે તેલ
  11. પાણી જરૂર મુજબ
  12. દહીં જરૂર મુજબ
  13. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો હવે અડદની દાળ અને મગની દાળને ધોઈને પાણીમાં છથી સાત કલાક પલાળો

  2. 2

    ત્યારબાદ બન્ને દાળને ફરીથી ધોઈ અને નિતારી લો હવે આદુ મરચાં મગની દાળ અને અડદની દાળને મિક્સર જારમાં જરૂર મુજબ પાણી નાખીને પીસી લો ખીરું જાડું રાખવું

  3. 3

    તૈયાર થયેલા ખીરામાં મીઠું હિંગ નાખીને પાંચથી દસ મિનિટ એક જ બાજુ ફીણી લો પછી ગરમ તેલમાં મિડિયમ સાઈઝના વડા મૂકો તેને ગોલ્ડન કલર ના તળી લો

  4. 4

    તૈયાર થયેલા વડાને પાણી ભરેલા બાઉલમાં પાંચ મિનિટ રાખો પછી તેને બે હાથેથી દબાવીને પાણી કાઢી લો અને એક પ્લેટમાં લો

  5. 5

    હવે દહીંને વિસ્કર થી હલાવી લો અને વડાની ઉપર જરૂર મુજબ નાખો તેમાં સંચળ લાલ મરચું શેકેલું જીરૂ અને કોથમીર નાખીને સર્વ કરો તો તૈયાર છે ઠંડા-ઠંડા ટેસ્ટી દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

ટિપ્પણીઓ

Similar Recipes