દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

# cookpadgujrati
# cookpadindia

શેર કરો

ઘટકો

1કલાક
5 સર્વિંગ્સ
  1. 3 વાટકીઅડદ ની દાળ
  2. 1/4 વાટકી છડીયા દાળ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. સર્વ કરવા માટે
  5. મોળું દહીં
  6. ખાંડ
  7. જીરું પાઉડર
  8. લસણની ચટણી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ અને છડીયા દાળ ને 3 કલાક પલાળવુ

  2. 2

    પછી સારી રીતે ધોઇ ને મિક્ષર માં ક્રશ કરો. પાણી થોડું થોડું નાંખી ને પીસવુ. ખીરું કડક રાખવું. પીસેલા ખીરા ને 3કલાક ઢાંકી રેવા દેવું

  3. 3

    ત્યાર બાદ મીઠું નાંખી ને ફેટી લેવું બરાબર મિક્સ થઇ જાય એટલે તેલ ગરમ કરી ને ખીરા માં 2ચમચી નાંખી મિક્સ કરો. જાળીદાર બનશે વડા.

  4. 4

    મીડીયમ તેલ માં તળી ને પાણી ભરેલા તપેલા માં વડા નાંખવા. 30 મીનીટ પાણી માં રેવા દો.પછી બન્ને હથેળી ની વચ્ચે દબાવી ને પાણી કાઢી લેવું.

  5. 5

    તૈયાર થયેલા વડા ને ડબ્બા માં નાંખી ને ફ્રીજ માં 3 કલાક મુકી દો. સોફ્ટ થઇ જશે

  6. 6

    વડા પર ખાંડ મિક્સ કરેલી દહીં.જીરું પાઉડર. લસણની ચટણી ઉમેરી ને સર્વ કરો.

  7. 7

    નોંધ:-વડા ને સારી રીતે તળવા નહીંતર પાણી માં વડા ખુલી જશે.
    મીઠી દહીં ની જગ્યા એ મીઠી ચટણી ઉમેરી શકો છો 🙏 આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes